Friday, 19/04/2024
Dark Mode

દાહોદમાં ધિરધારના લાયસન્સ વગર વ્યાજનો ધંધો કરનાર જેલના સળીયા પાછળ ઘકેલાયો,ચોવીસ લાખ રૂપિયા આપી 36 ટકા લેખે વ્યાજની વસુલાત કર્યા બાદ વધુ 46 લાખ માંગ્યા. 

February 1, 2023
        1998
દાહોદમાં ધિરધારના લાયસન્સ વગર વ્યાજનો ધંધો કરનાર જેલના સળીયા પાછળ ઘકેલાયો,ચોવીસ લાખ રૂપિયા આપી 36 ટકા લેખે વ્યાજની વસુલાત કર્યા બાદ વધુ 46 લાખ માંગ્યા. 

દાહોદમાં ધિરધારના લાયસન્સ વગર વ્યાજનો ધંધો કરનાર જેલના સળીયા પાછળ ઘકેલાયો

ચોવીસ લાખ રૂપિયા આપી 36 ટકા લેખે વસુલાત કર્યા બાદ વધુ 46 લાખ માંગ્યા. 

 પીડિતે દાહોદ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી 

દાહોદ તા.૦૧

દાહોદ શહેરમાં ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતાં એક મોટાગજાના ઈસમને પોલીસે એક પીડીતની ફરીયાદને આધારે પોલીસે વ્યાજખોરને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે. દાહોદ શહેરમાં રહેતાં આ વ્યાજખોરે શહેરમાં રહેતા એક પીડીતે આ ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતાં ઈસમ પાસેથી અધધ ૩૬ ટકાના લેખે રૂા. ચોવીસ લાખ લીધા બાદ આ વ્યાજના નાણાં પુરેપુરા વ્યાજ સહિત અને મુડી સહિત પોતાનું ઘર વેચી દઈ આ વ્યાજખોરને ચુકવી દીંધાં બાદ પણ વ્યાજખોર દ્વારા એનકેન પ્રકારે પીડીતને હેરાન પરેશાન કરતાં અને પીડીત પાસેથી કોરા પાંચ ચેકો બેન્કમાં નાંખી ચેકો બાઉન્સ થઈ જતાં પીડીત સામે વ્યાજખોરે કોર્ટમાં ૧૩૮ મુજબ ફરિયાદ આપ્યાં બાદ પીડીતને ત્યારબાદ પણ હેરાન પરેશાન કરતાં આખરે હારી થાકેલા પીડીતે દાહોદ શહેર પોલીસના શરણે જઈ માથાભારે વ્યાજખોર વિરૂધ્ધ ફરિયાદ નોંધાંવતાં પોલીસે આ માથાભારે અને દાહોદ શહેરમાં મોટા પાયે ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતાં ઈસમને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.

દાહોદ શહેરમાં ગોધરા રોડ ખાતે રહેતાં જયેશ રામગોપાલ અગ્રવાલ જેઓ વેપાર ધંધો કરે છે તેઓએ તારીખ ૧૫.૧૨.૨૦૧૭ના રોજ પોતાના ધંધા રોજગારમાં નાણાંકીય જરૂરીયાત હોઈ દાહોદ શહેરમાં ગોધરા રોડ ખાતે રહેતો જીતેન્દ્રસિંહ શમસેરસિંહ ઠાકોર પાસેથી પોતાના પાંચ કોરા ચેકો આપી રૂપીયા ચોવીસ લાખ ૩૬ ટકાના વ્યાજે મજબુરીવશ લીધાં હતાં. આ મુડીનું વ્યાજ દર મહિને ૭૨,૦૦૦ જીતેન્દ્રસિંહને આપતો રહેતો હતો. સને ૨૦૨૦માં કોરોનાકાળ દરમ્યાન જયેશભાઈનો વેપાર ધંધો ભાંગી પડતાં જયેશભાઈએ પોતાનું મકાન વેચી અલગ અલગ સમયે હપ્તા આપી કુલ રૂા. ૪૬,૬૨,૦૦૦ વ્યાજ સહિત જીતેન્દ્રસિંહને નાણાં ચુકવી દીધાં છતાંય જીતેન્દ્રસિંહ દ્વારા જયેશભાઈના તેની પાસે રહેલ કોરા ચેકો બેન્કમાં નાંખી દીધાં હતાં અને આ ચેકો બાઉન્સ થતાં જયેશભાઈ વિરૂધ્ધ જીતેન્દ્રસિંહે કોર્ટમાં ૧૩૮ મુજબ ફરીયાદ કરી વધારે નાણાં લેવા સારૂં જયેશભાઈને અવાર નવાર બેફામ ગાળો બોલી મારી નાંખવાની ધમકી આપતો રહેતો હતો. આવા વ્યાજખોરના ત્રાસથી વાજ આવેલ જયેશભાઈએ જીતેન્દ્રસિંહ શમસેરસિંહ ઠાકોર વિરૂધ્ધ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે તાત્કાલિક ધોરણે જીતેન્દ્રસિંહની અટકાયત કરી તેને જેલના સળીયા પાછળ ધકેલી દઈ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વ્યાજખોર જીતેન્દ્રસિંહ ઠાકુર કોર્ટમાં પીડીતો વિરૂધ્ધ ૧૩૮ મુજબની ફરિયાદો કરવામાં માહિર

જીતેન્દ્રસિંહ ઠાકુર દાહોદ શહેર સહિત જિલ્લામાં મસમોટુ ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતો આવ્યો છે. ગરીબ, લાચાર અને વેપારીઓને ઉંચા વ્યાજદરે નાણાં ધિરાણ કરી તેઓની પાસે મુડી કરતાં પણ વધારે વ્યાજ વસુલ કર્યા બાદ પણ તેઓને મારી નાંખવાની ધમકીઓ આપી નાણાં વસુલવાનું કામ કરતો રહે છે. જીતેન્દ્રસિંહ ઠાકુર વિરૂધ્ધ ભુતકાળમાં પણ દાહોદ શહેર પોલીસ મથકે અનેક પીડીતો દ્વારા અરજીઓ પણ કરવામાં આવી છે. જીતેન્દ્રસિંહ ઠાકુર વર્ષાેથી ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરી બેનામી સમ્પત્તિ એકઠી કરી નાંખી છે જાે ઈન્કટેક્સ દ્વારા તેની સમ્પત્તિની તપાસ હાથ ધરવામાં આવે તો અનેક બેનામી સંમ્પત્તિ બહાર આવે તેમ છે. આ જીતેન્દ્રસિંહ ઠાકુર દ્વારા પીડીતોને ડરાવી ધમકાવી તેઓની પાસેથી કોરા ચેકો લઈ કોર્ટમાં ૧૩૮ મુજબની ફરિયાદો કરતો રહે છે અને ત્યાર બાદ પીડીતોને વધુ હેરાન પરેશાન કરી નાણાં વસુલતો રહે છે. આમ, આ જીતેન્દ્રસિંહ ઠાકુર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી અને માંગણી પીડીતોમાં ઉઠવા પામી છે.

————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!