તું ખરાબ ચારીત્ર્યની છે.તેમ કહી પરણિતાના દાગીના પડાવી ઘરમાંથી કાઢી મુકતા પરણિતા પોલીસની શરણે 

Editor Dahod Live
2 Min Read

તું ખરાબ ચારીત્ર્યની છે.તેમ કહી પરણિતાના દાગીના પડાવી ઘરમાંથી કાઢી મુકતા પરણિતા પોલીસની શરણે 

દાહોદ તાલુકાના જેતપુર ગામની પરણિતાને સાસરીયાઓ દ્વારા ત્રાસ આપતાં પરણીતાની પોલિસમાં રાવ..

દાહોદ તા.02

 દાહોદ તાલુકાના જેતપુર ગામની 27 વર્ષીય પરણિત મહિલાને પતિ, સસરા, તેમજ અન્ય સાસરીયા દ્વારા બદચલન હોવાના આરોપ મૂકી બાપના ઘરે જતી રહેવા દબાણ કરી ઝઘડો તકરાર કરી લગ્નમાં ચડાવેલ દાગીના લઈ લીધા પછી માર મારી ત્રાસ ગુજારાતા સાસરિયાઓના શારીરીક અને માનસીક ત્રાસથી વાજ આવેલી પરિણીતાએ પોતાના પતિ તેમજ સાસરીયા સામે પોલિસ ફરિયાદ નોંધાઈ છે.                                  

પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ જિલ્લાના જેતપુર ગામની ૨૭ વર્ષીય મહિલાના લગ્ન કીરણભાઈ પારસીંગભાઈ નીનામા સાથે થયા હતા. ત્યારબાદ વર્ષ ૨૦૨૧માં તે મહિલાના પતિ પરિણીતાને પિયરમાં મુકી આવ્યો હતો તે પછી તે પરણિતા સાસરીમાં ગઈ હતી જેથી તેની સાસરી પક્ષના લોકોએ કહયું હતુંકે, તારે અહીંયા રહેવાનું નથી, તું મારા છોકરાને ગમતી નથી, અમે તને રહેવા દેવાના નથી. તું ખરાબ ચારીત્ર્યની છે તુ અમારા ઘરમાં શોભે નહીં, તારા મા-બાપ નબળા છે. તું તારા બાપના ઘરે જતી રહે, નહીં તો તુ જીવતી નહી રહે. તેમ કહી બેફામ ગાળો બોલી ઝઘડો તકરાર કરી પરિણીતાને લગ્નમાં ચડાવેલ દાગીના સાસરીયા વાળાઓએ લઈ લીધા હતા અને પોતાના પતિ પાસે જતા તેના પતિએ મારઝુડ કરી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપી ઘરમાંથી કાઢી મૂકી શારીરીક અને માનસીક ત્રાસ આપ્યો હતો.

આ સંબંધે પરિણીતાએ તેના પતિ તથા સાસરીયા વિરૂધ્ધ પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલિસે આ સંદર્ભે ઈપિકો ક્લમ ૪૯૮(ક), ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

Share This Article