સંતરામપુર વિધાનસભામાં મતદાનના દિવસે મતદારોમાં નીરસતા,ઓછા મતદાનથી કહી ખુશી કહીં ગમનો માહોલ.

Editor Dahod Live
2 Min Read

ઈલ્યાસ શેખ, સંતરામપુર 

સંતરામપુર વિધાનસભામાં મતદાનના દિવસે મતદારોમાં નીરસતા,ઓછા મતદાનથી કહી ખુશી કહીં ગમનો માહોલ.

 

સંતરામપુર તા.05

સંતરામપુર 123 વિધાનસભાની ચૂંટણીમાં પાંચમી તારીખ ના રોજ મતદાતાઓએ મતદાન કર્યું પરંતુ સંતરામપુર તાલુકા વિસ્તારમાં કભી ખુશી કભી ગમ પરિસ્થિતિ જોવા મળી રહી છે.આ વખતે સંતરામપુર તાલુકામાં સરેરાશ મતદાન ઓછું જોવા મળી રહ્યું છે

 પરિસ્થિતિ પ્રમાણે સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના મતદારો આશરે 50 ટકા જેટલા શ્રમિકો પોતાની રોજી રોટી અને રોજગારી માટે બહારગામ જોવા મળેલા છે જ્યારે બીજી બાજુ મતદારોમાં નિરાશતા અને જોવા મળી હતી આ વખતે કેટલાક મતદાર હોય પોતાનું મતદાન અધિકાર ના ચુકી જવા તે માટે મત આપવા માટે સૌપ્રથમ સંતરામપુર તાલુકાન કળાદરા ગામના નાવડીમાં બેસીને નદીની અંદર જીવના જોખમે ત્રણ કિલોમીટર અંતર કાપીને મતદારો મતદાન કર્યું જ્યારે સંતરામપુર તાલુકાના ઉખરેલી ભુગેડી સીમલિયા અતિસો વેસિલ મતદાન મથકો પર સીઆર ના જવાનો દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવેલું હતું અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો જ્યારે ભાણા સીમલ ગામના 102 વર્ષના દંપતી લાકડી ના ટેકા વડે ચાલી બુથ ઉપર જઈને મતદાન કર્યું અને સંતરામપુરના બે વર્ષથી આંખોમાં ઝામર અને જરા પણ ન જોવાતા તેવા મતદાતા એ પોતાના પુત્ર સાથે જઈને પોતાનો મત અધિકાર અને મતદાન કર્યું હતું એ જ રીતે સંતરામપુરના કે એચ મહેતામાં અને અલગ અલગ બુથો ઉપર યુવાનો મહિલાઓ મા મતદાન કર્યું હતું. દિવસ પર શાંતિપૂર્વક દરેક બુથો ઉપર મતદાન કરવામાં આવેલું હતું અને કોઈ પણ પ્રકારની અનૈચ્છિક બનાવ કે ઘટના બનેલ ન હતી.

Share This Article