
રાહુલ ગારી :- ગરબાડા
દાહોદ કમલમ ખાતે યોજાયેલી પ્રદેશ નિરીક્ષકો સમક્ષ ગરબાડા બેઠક પર પિતા-પુત્રએ દાવેદારી નોંધાવતા ખળભળાટ..
દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ ગરબાડા વિધાનસભામાં સૌથી વધારે 25 જેટલા ટિકિટવાંછુંકોએ વિધાનસભાની દાવેદારી નોંધાવી..
ગરબાડા વિધાનસભા બેઠક પર પિતા-પુત્રે દાવેદારી નોંધાવતા નિરીક્ષકો પણ આશ્ચર્યમાં મુકાયું:
લાંબા સમયથી કોંગ્રેસનું વર્ચસ્વ ધરાવતી બેઠક કબ્જે કરવા તેમજ દાવેદારોનો મેળાવડો સહીત સમીકરણને ધ્યાને લઇ ડેમેજ કંટ્રોલ કરવા મોવડી મંડળને નવેસરથી કવાયત કરવી પડશે?..!!
ગરબાડા તા.29
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાતની ઘડીઓ ગણાઈ રહી છે. તેવા સમયે ભાજપા દ્વારા વિધાનસભાની બેઠકો દીઠ સેન્સ લેવા નિરીક્ષકોની ટીમ દાહોદ ખાતે મોકલી હતી. જ્યાં દાહોદમાં ભાજપના મુખ્યાલય કમલમ ખાતે નિરીક્ષકો દ્વારા ગરબાડા વિધાનસભાના ચૂંટણી લડવા માટે ઈચ્છુક ઉમેદવારોને સાંભળવામાં આવ્યા હતા જેમાં ગરબાડા તાલુકામાંથી 25 ઉમેદવારોએ ચૂંટણી લડવા માટે દાવેદારી નોંધાવી હતીજેમાં ગરબાડા તાલુકાના નીમચ ગામના પિતા/પુત્ર એ પણ વિધાનસભા ચૂંટણી લડવા માટે દાવેદારી નોંધાવતા ઉપસ્થિત સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.ગરબાડા તાલુકાના હાલ નિમચ ગામના ભારતાભાઈ નાનાભાઈ અમલીયાર તથા તેઓના પુત્ર વિજયભાઈ ભારતભાઈ અમલીયાર પણ વિધાનસભાની ચૂંટણી લડવા માટે દાવેદારી નોંધાવી છે.જેમાં ભારતાભાઈ અમલીયાર જેઓની ઉંમર 52 વર્ષ છે અને તેઓનો અભ્યાસ બીએ બી.એડ છે તેઓ છેલ્લા 32 વર્ષથી ભાજપમાં છે. અને તેઓ વર્ષ 2005માં ગરબાડા બાંધકામ સમિતિના ચેરમેન તથા વર્ષ 2015માં વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે.અને હાલમાં સાર્વજનિક નવયુગ પ્રગતિ મંડળ તથા નિમચ દૂધ ઉત્પાદક મંડળી અને ગરબાડા તાલુકા મજુર તેમજ બાંધકામ સમિતિના ચેરમેન છે. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાત પ્રદેશ મોરચાના કારોબારી સભ્ય છે.જોકે તેઓના પુત્ર વિજયભાઈ અમલીયાર તેઓની ઉંમર 25 વર્ષ છે અને તેઓ અભ્યાસ બી.ઇ સિવિલ તેમજ હાલમાં એલ.એલ.બીનો અભ્યાસ કરી રહ્યા છે.તેઓને રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેઓ સૌથી નાની વયના નિમચ ગામના સરપંચ તરીકે ગ્રામ પંચાયતની સરપંચ ની ચૂંટણીમાં 2021 માં 107 મત થી વિજય થયા હતા અને અને તેઓ તાલુકામાં સૌથી નાની વયના અને સૌથી વધારે ભણેલા સરપંચ બન્યા છે આમ ગરબાડા 133 વિધાનસભા ઉપર વિધાનસભાની ચૂંટણી લડવા માટે પિતા અને પુત્ર એ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડવા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી.