દાહોદ તાલુકાના ખરેડી ગામેથી પોટલામાં બાંધેલો વિદેશી દારૂના જથ્થા સાથે એક યુવક ઝડપાયો…

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે ,દાહોદ

 

દાહોદ તાલુકાના ખરેડી ગામેથી પોટલામાં બાંધેલો વિદેશી દારૂના જથ્થા સાથે એક યુવક ઝડપાયો…

 

દાહોદ તાલુકાના ખરેડી ગામેથી પોટલામાં વિદેશી દારૂબાંધીને માથા પર મૂકીને દાહોદ તરફ આવતા યુવકને રૂરલ પોલીસે ઝડપી જેલભેગો કર્યો છે.

 

દાહોદ તાલુકા પોલીસના જવાનો મોટર સાઇકલ ઉપર ખરેડી નજીક પેટ્રોલિંગ કરી રહયા હતા તે. સમયે પોલીસને બાતમી મળી હતી કે એક યુવક ભારતીય બનાવટનો વિદેશી દારૂનું પોટલું બાંધીને દાહોદ તરફ જઈ રહ્યો છે તેવી બાતમી મળતા જ ખરેડી નજીકથી દારૂનું પોટલું માથા પર મૂકીને દાહોદ પહોંચે તે પહેલાજ રૂરલ પોલીસે ખરેડી ગામ ખાતેથી તે યુવકને ઝડપી લીધો હતો. તેનું નામ પૂછતાં તેને તેનું નામ જયદેવ પોપટભાઈ સાંસી રહેવાસી ઝાલોદ રોડ રામા હોટલ રેણુકા કોમ્પ્લેક્સ પાસે દાહોદનું હોવાનું જણાવ્યું હતું તેના માથા પર મૂકેલું પોટલું ખોલીને દેખતા તેમાં બાંધી રાખેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની 36 જેટલી બોટલો લઈને દાહોદ પોતાના ઘરે છૂટક વેચાણ કરવા માટે લઈ જઈ રહ્યો હતો જે 36 વિદેશી દારૂની બોટલો જેની કિંમત 3600 રૂપિયાનો વિદેશી દારૂ મેઘનગરના રહેવાસી સેતાન જીથરા નિનામા પાસેથી ખરીદી કરીને લાવતા જયદેવ પોપટ સાંસીને ઝડપી રૂરલ પોલીસે તેની સામે તેમજ દારૂનું વેચાણ કરનાર સેતાન જીથરા નિનામા સામે પ્રોહીબીશન અંગેનો ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Share This Article