ઈરફાન મકરાણી :- દે. બારીયા
દે.બારિયા તાલુકાના ચેનપુર ગામના બસ સ્ટેન્ડ પાછળ ગંજીપત્તાનો જુગાર રમતા ૪ જુગારીયાઓને પોલીસે ઝડપી જેલ ભેગા કર્યા..
દે. બારીયા તા.05
દેવગઢબારિયા તાલુકાના ચેનપુર ગામે ખુલ્લી જગ્યામાં ધમધમતા જુગારધામ પર પોલીસે ઓચિંતો દરોડો પાડતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. જોકે પોલીસે જુગાર રમી રહેલા ચારેય શકુનિઓને ઝડપી જેલ ભેગા કર્યા હોવાનું જાણવા મળે છે.
દેવગઢબારિયા તાલુકાના ચેનપુર ગામે બસ સ્ટેન્ડ પાછલ ગંજીપત્તા વડે પૈસાથી હાર જીતનો જુગાર રમતા ૪ ઈસમોને ઝડપી પાડ્યા જેમાં નિલેશભાઈ ચડુભાઈ રાવળ રહે. નાથુડી , ગણપત ચિમન બારીયા રહે. રામા જાસુડા ફળીયા , સંતોષ ચંદુ બારીયા રહે. ચેનપુર , વિનોદ નારૂભાઈ પટેલ રહે. રામા આ તમામ ઈસમો ગંજી પાના પત્તા વડે જુગાર રમતા દેવગઢબારિયા પોલીસે ઝડપી પાડ્યાં અંગ જડતીમાં સ્થળ દાવ ઉપરથી અલગ અલગ દરની ચલણી નોટો રૂા. ૧૯૮૦/- અને પાના પત્તા નંગ ૫૨ સાથે ચારે ઈસમો વિરૂધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી..