
બાબુ સોલંકી :- ફતેપુરા
દાહોદ જિલ્લાના ફતેપુરા અને સંજેલી તાલુકામાં 27 કરોડના નવીન રસ્તાઓ મંજૂરી.
દંડક અને ધારાસભ્ય રમેશભાઈ કટારા એ ભલામણ કરી હતી:છેવાડાના વિસ્તારોને મુખ્ય રસ્તા સુધી જોડાશે.
સુખસર,તા.27
ફતેપુરા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય અને વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાએ ફતેપુરા અને સંજેલી તાલુકામાં નવિન તેમજ તૂટી ગયેલા રસ્તાઓના નીવિનીકરણ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માને રજુઆત અને ભલામણ કરી હતી.જેમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા પંચાયત હસ્તકના વર્ષ:- ૨૦૨૨-૨૩ હેઠળ વિવિધ યોજનાઓ મળી કુલ અંદાજિત રકમ રૂ.૦૭.૨૦.૦૦/- કરોડ અને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના વર્ષ:-૨૦૨૨-૨૩ હેઠળ અંદાજિત રકમ રૂ.૧૯.૮૯.૦૦/- કરોડ મંજૂર કરી જોબ નંબર ફાળવવામાં આવ્યા હતા. જે બદલ દંડક રમેશભાઈ કટારાએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા (પંચાલ)નો ખુબ ખુબ આભાર માન્યો હતો. છેવાડાના વિસ્તારો હવે મુખ્ય માર્ગો સાથે જોડાશે.જેમાં પ્રજાને વિવિધ સુવિધાઓ પ્રાપ્ત થશે.