ફતેપુરા ,શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા કોમલ પ્રાથમિક વિદ્યામંદિર અને કોમલ વિદ્યાલયમાં કિવઝ નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.
વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર પ્રોગ્રામમાં ભાગ લીધેલ હતો.
કોમલ પ્રાથમિક વિદ્યામંદિર અને કોમલ વિદ્યાલયમાં શનિવારના રોજ તારીખ 17 સપ્ટેમ્બર 2022 ના રોજ એક ક્વિઝ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ધોરણ 6 થી 10 ના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો શાળાના શિક્ષકો દ્વારા તેનો સંપૂર્ણ અને વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું આ ક્વિઝમાં કુલ ચાર ટીમો જેવી કે રામાનુજ ્આર્યભટ્ટ્ ભાસ્કરાચાર્ય અને બ્રહ્મગુપ્ત ના નામ આપવામાં આવ્યા દરેક ટીમમાં ધોરણ 6 થી 10 ના વિદ્યાર્થી હતા ક્વિઝમાં ભાષા્ સામાન્ય જ્ઞાન્્ ઇતિહાસ અને વિજ્ઞાનના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેમાં બાળકોએ ખૂબ જ સારી રીતે જવાબ આપ્યા અને વિજેતા ટીમને શાળા પરિવાર તરફથી પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવ્યું. શાળાના આચાર્ય દ્વારા બાળકોને ભાગ લેવા બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા.