દેવગઢબારીઆના અંતેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વેરોગ નિદાન કેમ્પ યોજાયો

Editor Dahod Live
1 Min Read

મઝહર અલી મકરાણી @ દે.બારીઆ 

દાહોદ જિલ્લાના દેવગઢબારીઆ તાલુકામાં આવેલ અંતેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વેરોગ નિદાન કેમ્પ તથા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અધ્યક્ષ સ્થાને માન.મંત્રી.શ્રી.બચુભાઇ ખાબડ, આરોગ્ય સમિતિના ચેરમેન જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી , તાલુકા આરોગ્ય અધિકારી તથા દેવગઢ બારીઆ નગરના સામાજિક કાર્યકર્તા અજય અગ્રવાલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોકટર દિલીપ ગોસાઈ અને તેમનો સ્ટાફ શિક્ષકો દ્વારા ઉપસ્થિત રહી પોતે રક્તદાન કરી લોકો માટે એક નવા જીવતદાન માટે મોટી સંખ્યામાં રક્તદાન કરી કુલ ૪૧ યુનિટ એકત્રિત કર્યું હતું. અને ઝાયડસ મેડિકલ કોલેજ અને મોનીબાબા હોસ્પિટલ લીમખેડા દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પમાં કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામજનો તથા આરોગ્ય કર્મચારીઓ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.

Share This Article