દેવગઢ બારીયા સર્કિટ હાઉસમાં પત્રકાર સંગઠનની બેઠક યોજાઈ,

Editor Dahod Live
1 Min Read

દેવગઢ બારીયા સર્કિટ હાઉસમાં પત્રકાર સંગઠનની બેઠક યોજાઈ,

ઈરફાન મકરાણી:દેવગઢ બારીયા

દેવગઢ બારીયા: 28

દેવગઢબારિયા સર્કિટ હાઉસ ખાતે દેવગઢબારિયા તથા ગ્રામ્ય વિસ્તારના પત્રકાર સંગઠનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.બેઠક દરમિયાન સંગઠનની આગામી બેઠકના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી તેમજ સંગઠનને વધુ સશક્ત અને વ્યવસ્થિત બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.

 

આ ઉપરાંત પત્રકારોને પડતી વિવિધ સમસ્યાઓ, પત્રકાર સુરક્ષા, વ્યવસાયિક પડકારો તેમજ દેવગઢબારિયા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોના લોકોની જનસુવિધા સંબંધિત પ્રશ્નો અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. લોકોની રોજિંદી સમસ્યાઓ અને તેમને પડતી હાલાકી અંગે પણ સભ્યો દ્વારા પોતાના સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા.બેઠકમાં નિર્ણય લેવામાં

 

 

આવ્યો હતો કે આગામી બેઠકમાં સંગઠનના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવશે અને સંગઠનની આગવી ઓળખ સાથે કામગીરીને વધુ ગતિ આપવામાં આવશે.પત્રકાર એક સંગઠન દ્વારા પત્રકારોના હિતોની રક્ષા સાથે સમાજના પ્રશ્નોને યોગ્ય મંચ પર રજૂ કરવા માટે સતત પ્રયાસ કરવામાં આવશે.”

Share This Article