Thursday, 16/01/2025
Dark Mode

દાહોદ આદિવાસી સમાજ દ્વારા આદિજાતિ પ્રમાણપત્રો રદ કરવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું

દાહોદ આદિવાસી સમાજ દ્વારા આદિજાતિ પ્રમાણપત્રો રદ કરવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું

જીગ્નેશ બારીઆ @ દાહોદ

દાહોદ આદિવાસી સમાજ દ્વારા મસવાડી પહોંચ અને વિગત દર્શક કાર્ડ ના આધારે રબારી, ભરવાડ અને ચારણોને આપવામાં આવેલ આદિવાસી પ્રમાણપત્રો રદ કરવાની માંગ સાથે આજે દાહોદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ગુજરાત મા ગીર, બરડો અને આલેય ના જંગલ ના નેસ વિસ્તારમાં રહેતા હોય તેના સિવાયના વિસ્તારમાં રહેતા રબારી, ભરવાડ અને ચારણોને આપવામાં આવેલ આદિવાસી પ્રમાણપત્રો રદ કરવા આદિવાસી સમાજ ના આગેવાનો આંદોલન કરી રહ્યા છે ત્યારે આજે દાહોદ આદિવાસી સમાજ દ્વારા પણ આદિવાસી ના ખોટા પ્રમાણપત્રો આપવાના સરકાર ના નિર્ણય નો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજય સરકાર દ્વારા મસવાડી પહોંચ અને વિગત દર્શક કાર્ડ ને ખોટી રીતે આધાર બનાવીને ગેરકાયદેસર રીતે બંધારણ વિરુદ્ધ આદિવાસી ના પ્રમાણપત્રો આપવામાં આવી રહ્યા છે ત્યારે મસવાડી પહોંચ અને વિગત દર્શક કાર્ડ એ ગેર કાયદેસર હોવાનું આદિવાસી સમાજ દ્વારા જણાવવામાં આવ્યું છે, અને સરકાર દ્વારા કરવામાં આવેલ મસવાડી પહોંચ અને વિગત દર્શક કાર્ડ ના ઠરાવ ને તાત્કાલિક રદ કરવા ની માંગ આદિવાસી સમાજ દ્વારા આજે દાહોદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

error: Content is protected !!