સૌરભ ગેલોત :- લીમડી
ગણેશવિસર્જનની તૈયારીમાં વ્યસ્ત ઝાલોદ વહીવટી તંત્ર
ઝાલોદ તા.05
વિસર્જન માટે કુત્રિમ તળાવની કામગીરીનું નિરીક્ષણ કરતા મામલતદાર ઝાલોદ નગરમાં આજે ગણપતિના ચોથા દિવસે ધીમી ગતિએ માહોલ જામી રહ્યો છે વિવિધ મંડળો દ્વારા પોતાના વિસ્તારના ગણપતિની ઝાકમઝોળ થી નગરજનો ને આકર્ષિત કરવા માટે અવનવા કાર્યક્રમો થઈ રહ્યા છે .
તો બીજી તરફ ઝાલોદનું વહીવટી તંત્ર પણ ગણેશોત્સવ ની કામગીરીમાં વ્યસ્ત જોવા મળી રહ્યું છે .વહીવટી તંત્રના આદેશ થી ગણપતિ વિસર્જન માટે કુત્રિમ તળાવ કે જેને સૂચિત “અમૃતસાગર સરોવર ” નામ આપીને તેની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે .ઝાલોદના રામસાગર તળાવ ના વેસ્ટવીયર જે “તળાવના અવણા” ના નામથી ઓળખાય છે .ત્યાં જ સૂચિત કુત્રિમ તળાવ બનાવીને તેમાં જ વિસર્જન કરવા માટેની જરૂરી તમામ વ્યવસ્થાઓ ઉભી કરવાની કામગીરી ચાલી રહી છે .જેનું નિરીક્ષણ આજરોજ મામલતદાર દ્વારા કરીને જે કાંઈ ખૂટતી કડીઓ છે તેની પૂરતી કરવા માટે નગરપાલિકાના ચિફોફિસર ને સ્થળ પર મુલાકાત લઈને સૂચના આપવામાં આવી છે .વિસર્જન જોવા આવનાર નગરજનોની બેસવાની વ્યવસ્થા ,ટ્રાફિક વ્યવસ્થા , ગણપતિના વાહનો ની આવન જાવન લાઈટીંગ ની ,તરવૈયા સાથે તરાપાની ટિમ પીવાના પાણીની વ્યવસ્થા
જેવી તમામ વ્યવસ્થાઓ ઉભી કરીને વિસર્જન શાંતિ પૂર્વક થાય તે માટે સ્થાનિક ગણેશ મંડળના પ્રતિનિધિઓ નગરપાલિકા ની ટિમ પોલીસ તંત્ર ,અને વહીવટી તંત્રના વડા તરીકે ઝાલોદના પ્રાંત ઓફિસર અને નાયબ કલેકટરના માર્ગદર્શન હેઠળ જરૂરી કામગીરી પુરજોશમાં ચાલી રહી છે ,ઝાલોદ ખાતે કુત્રિમ તળાવ માં પ્રથમવાર વિસર્જન થનાર હોઈ નગરજનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે .