રાજકોટ -ઇન્દોર એસી બસ પર લૂંટના ઇરાદે થયો પથ્થરમારો,ત્રણ મુસાફરો ઘાયલ : ડ્રાઇવરે ચાલાકી પૂર્વક બસ હંકારી લેતા લૂંટનો પ્રયાસ નિષ્ફળ

Editor Dahod Live
1 Min Read

 જીગ્નેશ બારીઆ @ દાહોદ 

દાહોદ તા.૦૮
મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાં ગુજરાતની એસટી બસને લુંટારૂઓએ નિશાન બનાવી બસને લુંટી લેવાનો પ્રયાસ કરી બસ પર પથ્થર મારો કર્યાની મળતી માહિતીથી ચકચાર મચી જવા પામી છે. આ પથ્થર મારામાં ત્રણ જેટલા મુસાફરોનો ઈજાઓ થયાનું પણ જાણવા મળે છે.

ગુજરાતની એસી બસ ઈન્દૌર – રાજકોટ બસ પર ગતરોજ રાત્રીના સમયે આ બસ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાંથી પસાર થઈ રહી હતી અને આ બસમાં અનેક મુસાફરો પણ સવાર હતા. આ દરમ્યાન રસ્તામાં બસ પર પથ્થરમારો થતાં મુસાફરો સહિત ડ્રાઈવર તેમજ કંડક્ટરમાં એકક્ષણે સ્તબ્ધતાનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. બસ પર થયેલ પથ્થર મારાના બનાવથી બસના કાચ તુટી ગયા હતા અને કેટલાક મુસાફરોને પથ્થરો વાગતા અંદાજે ત્રણ મુસાફરોને ઈજાઓ પણ થઈ હતી. એકાએક બસ પર પથ્થર મારાની ઘટનાથી સૌ કોઈના જીવ તાળેવ ચોટી ગયા હતા. સદ્‌નસીબે ડ્રાઈવરે પોતાની કુશળતા દર્શાવી બસને ઉભી ન રાખી અને સમયનો તાકાજો  મેળવી બસને પુરપાટ દોડાવી હતી અને નિર્ધારિત સ્થાને પહોંચી હતી. બસ પર પથ્થર મારો લુંટ કરવાના ઈરાદે કરવામાં આવ્યો હોવાની હાલ ચર્ચાઓ જોર પકડ્યું છે ત્યારે સંબંધિતો દ્વારા આ બનાવ અંગે તપાસનો દૌર આરંભવામાં આવે તે અત્યંત આવશ્યક છે.
————————————————————-

Share This Article