રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં બિરસા મુંડા ભવન ખાતે સાર્વજનિક બિરસા ટ્રસ્ટ તથા લિબર્ટી કેરિયર એકેડમીના સંયુક્ત ઉપક્રમે જી.પી.એસ.સી ક્લાસ વન અને ટુ એક્ઝામનો સેમિનાર યોજાયો..
દાહોદ તા.31

દાહોદ તાલુકાના ઉસરવાન ખાતે કાર્યરત બિરસા મુંડા ભવન ખાતે સાર્વજનિક બિરસા ટ્રસ્ટ તથા લિબર્ટી કેરિયર એકેડમી દ્વારા જી.પી.એસ.સી ક્લાસ વન અને ટુ એક્ઝામનો સેમિનાર યોજવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈ બહેનોએ ભાગ લીધો હતો..
આ સેમિનારમાં આદિવાસી વિદ્યાર્થીઓ ને સતત ચાર મહિના સુધી બિરસા મુંડા ભવન ખાતે સાર્વજનિક બિરસા ટ્રસ્ટના સહકારથી લિબર્ટી કેરિયર એકેડેમી વિદ્યાર્થીઓના સ્પર્ધાત્મક પરીક્ષાઓના વર્ગ ચલાવશે. આજે આપણા

સમાજના યુવાનો અને યુવતીઓ ખૂબ જ મોટી સંખ્યામાં બિરસા મુંડા ભવન ખાતે આ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા.જોકે સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારીઓ ને ધ્યાનમાં લઈને વિદ્યાર્થીઓમાં પણ ખુબજ સારો ઉત્સાહ જોવા મળ્યો હતો…અને બિરસા મુંડા ભવન ની રૂબરૂ મુલાકાત લઈને વિદ્યાર્થીઓ ને પણ ખુબજ સારો આનંદ થયો હતો અને તેમના તરફથી બિરસા મુંડા ભવન પ્રત્યે પણ સારો પ્રતિભાવ મળ્યો હતો. તેમાં સેમિનારમાં ભાગ લેવા આવેલા આદિવાસી સમાજના યુવક યુવતીઓ માટે બિરસા મુંડા ટ્રસ્ટ દ્વારા ખુબજ સારી વ્યવસ્થા/સુવિધાઓ ઉભી કરી હતી. જે વિદ્યાર્થીઓ એ બિરસા મુંડા આદિવાસી સમાજ ભવનનો ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કર્યો હતો…
