ઈરફાન મકરાણી:- દે.બારીયા/કલ્પેશ શાહ :- સીંગવડ
સીંગવડ તાલુકાના રણધીકપુર ગામે જાહેરમાં ચાલતા શ્રાવણિયા જુગારધામ પર પોલીસ ત્રાટકી: ત્રણ ખેલીઓ 29 હાજરના મુદ્દામાલ સાથે ઝડપાયા..
દે.બારીયા/સીંગવડ તા.21
સિંગવડ તાલુકાના રણધિકપુરમાં જાહેરમાં ચાલતા શ્રાવણીયા જુવાર ધામ પર પોલીસે ઓચિંતો દરોડો પાડી ત્રણ ખેલીઓને ઝડપી પાડ્યા હતા.પોલીસે ત્રણે જુગારીયાઓ પાસેથી રોકડ રકમ મોબાઈલ ફોન તેમજ મોટરસાયકલ મળી 29,010 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સિંગવડ તાલુકાના નાની મંડેર નિશાળ ફળિયાના કમલેશભાઈ કલસીંગભાઇ હઠીલા, રાજેશભાઈ કુબેરભાઈ મકવાણા નિશાળ ફળીયા તેમજ રાજનભાઈ શામજીભાઈ કટારા રહે. મલેકપુર સીંગવડનઓ જાહેરમાં શ્રાવણીયો જુગાર રમી રહ્યા હતા.તે સમયે પોલીસે ચિંતો ધરોડો પાડી ઉપરોક્ત ત્રણેય જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઉપરોક્ત જુગારીયાઓ પાસેથી બે મોબાઈલ ફોન, 15000 કિંમતની મોટરસાયકલ તેમજ રોકડ મળી કુલ 29,010 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી જેલભેગા કર્યા હતા.