દાહોદ તાલુકાના ખરેડીમાં વીજ થાંબલામાં કરંટ ઉતરતા 17 વર્ષીય સગીર નું મોત
દાહોદ તા.૧૮
દાહોદ તાલુકાના ખરેડી ગામે એક ૧૭ વર્ષીય સગીર યુવક લાઈટના થાંભલાને અકસ્માતે અડી જતાં સખત કરંટ લાગવાથી યુવકનું મોત નીપજતાં પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો.
ગત તા.૧૭મી ઓગષ્ટના રોજ ઝાલોદ તાલુકાના સાંપોઈ ગામે કુંભાર ફળિયામાં રહેતાં ૧૭ વર્ષીય ધર્મેન્દ્રભાઈ દાહોદ તાલુકાના ખરેડી ગામે પોતાના સંબંધીને ત્યાં આવ્યાં હતાં અને ઘરની બાજુમાં આવેલ ક્રુઝર ગાડી ઉપર ઘાસનો ચારો મુકી વખતે ઘાસનો ભારો નજીકમાં આવેલ લાઈટના થાંભલા સાથે ધર્મેન્દ્રભાઈ અકસ્માતે અડી જતાં ધર્મેન્દ્રભાઈને લાઈટના થાંભલા પરથી પસાર થતાં વીજનો સખત કરંટ લાગતાં ધર્મેન્દ્રભાઈનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાને પગલે સ્થળ પર દોડી આવેલ પોલીસે મૃતક ધર્મેન્દ્રભાઈને નજીકના દવાખાને પીએમ અર્થે મોકલી દેવામાં આવ્યાં હતાં.
આ સંબંધે ઝાલોદ તાલુકાના સાંપોઈ ગામે કુંભાર ફળિયામાં રહેતાં રમેશભાઈ ધુળીયાભાઈ અમલીયારે દાહોદ તાલુકા પોલીસે મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
——————–
