Friday, 19/04/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં વાહન ચોર ટોળકીનો આતંક:એક ફોરવીલર તેમજ એક બાઈક ચોરાઈ..

August 18, 2022
        524
દાહોદ જિલ્લામાં વાહન ચોર ટોળકીનો આતંક:એક ફોરવીલર તેમજ એક બાઈક ચોરાઈ..

દાહોદ જિલ્લામાં વાહન ચોર ટોળકીનો આતંક:એક ફોરવીલર તેમજ એક બાઈક ચોરાઈ..

લીમખેડા તાલુકાના આંબા ગામેથી ક્રુઝર ગાડી ચોરાઈ: ફતેપુરા તાલુકાના સરલા ગામે આંગણામાં પાર્ક કરેલી મોટરસાયકલની ઉઠાંતરી..

 પોલીસની પેટ્રોલિંગ વચ્ચે વાહનોની ઉઠાંતરી કરી પોલીસને પડકાર ફેંકતા તસ્કરો.: પોલીસની કામગીરી સામે પ્રશ્નાર્થ 

દાહોદ તા.૧૮

દાહોદ જિલ્લામાંથી બે જુદા જુદા સ્થળોએથી એક મોટરસાઈકલ અને એક ક્રુઝર ફોર વ્હીલર ગાડીની ચોરી થયાંનું જાણવા મળે છે.

વાહન ચોરીનો પ્રથમ બનાવ ફતેપુરા તાલુકાના સલરા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૩મી ઓગષ્ટના રોજ લસરા ગામે સ્ટેશન ફળિયામાં રહેતાં ચંન્દ્રસીંહ વારજીભાઈ પારગીએ પોતાની મોટરસાઈકલ પોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી. આ મોટરસાઈકલને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે ચંન્દ્રસીંહ વારજીભાઈ પારગીએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાહન ચોરીનો બીજાે બનાવ લીમખેડા તાલુકાના અંબા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૭મી ઓગષ્ટના રોજ અંબા ગામે માલકા ફળિયામાં રહેતાં ગુલાબભાઈ રમભાઈ તડવીએ પોતાની ક્રુઝર ફોર વ્હીલર ગાડી પોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી. આ ક્રુઝર ફોર વ્હીલર ગાડીને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી ક્રુઝર ગાડીની ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે ગુલાબભાઈ રમણભાઈ તડવીએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

——————————————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!