દાહોદમાં તલાટી કમ મંત્રીઓ વિવિધ માંગણીઓ ને લઇ અચોક્કસ મુદ્દતની હડતાલ પર

Editor Dahod Live
2 Min Read

સુમિત વણઝારા

 

દાહોદમાં તલાટી કમ મંત્રીઓ વિવિધ માંગણીઓ ને લઇ અચોક્કસ મુદ્દતની હડતાલ પર

 

દાહોદ તા.૦ર

 

દાહોદ જિલ્લામાં વિવિધ માંગણી સંદર્ભે તલાટી કમ મંત્રીઓ દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. દાહોદ જિલ્લાના પણ ૬૦પ ગ્રામ પંચાયતનું સંચાલન કરતા ૧૮૩ તલાટીઓ પણ રાજ્યવ્યાપી આ હડતાળમાં જાેડાશે તેવું જાણવા મળ્યું છે. ત્યારે ધ્વજવંદન સિવાય તમામ કામગીરીઓનો બહિષ્કાર તલાટીઓ દ્વારા કરવામાં આવશે.

 

દાહોદ જિલ્લામાં તલાટી કમ મંત્રીઓના યુનિયનના આદેશથી તલાટીઓના મંગળવારથી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતરવાની આ જાહેરાત કરી છે. ત્યારે હડતાળથી જિલ્લામાં ભારે અગવડતાની શક્યતાઓ છે. હડતાળને કારણે પંચાયતોમાં નિયમીત થતા કામો જેવા વારસાઈ, પેઢીનામુ, આવક-જાતિના દાખલા, જન્મ-મરણના દાખલા, ઘરવેરાની પહોંચ, આકારણી, વિધવા દાખલો, પાણી પત્ર કામગીરી સહિતની જરૂરીયાતો વિનામુલ્યે મળતી માહિતી અને જાણકારી બંધ થઈ જશે. પોતાના પાંચ પડતર પ્રશ્નોને કારણે તલાટીઓ હડતાળ ઉપર ઉતરવાના છે અને ધ્વજ વંદન સિવાયની તમામ કામગીરીનો વિરોધ કરાયો છે. તલાટીઓ દ્વારા સોમવારના રોજ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓને આવેદન પણ આપ્યા હતા. તલાટીઓની હડતાળને કારણે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ખેડુતોને પીએમજેવાય યોજના માટે આવકના દાખલામાં ખાસ કરીને તકલીફ પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

તલાટીઓની વિવિધ માંગણીઓ જેવી સને ર૦૦૪/૦પ ભરતીના તલાટી કમ મંત્રીની ફીક્સ પગારની નોકરી સળંગ નોકરી ગણવા બાબત, મળવા પાત્ર પ્રથમ, દ્વિતીય ઉચ્ચત્તર પગાર ધોરણ મંજુર કરવા બાબત તથા પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ લેવા સારૂ પરીક્ષા રદ્દ કરવા, રેવન્યુ(મહેસુલી) તલાટીને પંચાયત તલાટી મંત્રીમાં મર્જ કરવા બાબત અથવા તો જાેબચાર્ટ અલગ કરવા, તા.૧.૧.ર૦૧૬ બાદ મળવા પાત્ર પ્રથમ/દ્વિતીય પગાર ધોરણ પરીક્ષા પાસ કરવાની શરતે પાત્રતા તારીખથી મંજુર કરવા, વિગેરે જેવી અનેક માંગણીઓ તલાટી કમ મંત્રીઓ દ્વારા સરકાર સમક્ષ રજુ કરવામાં આવી હતી.

Share This Article