દાહોદમાં દશામાંની મૂર્તિની ભાવિક ભક્તો દ્વારા પધરામણી કરવામાં આવી

Editor Dahod Live
2 Min Read

સુમિત વણઝારા

 

દાહોદમાં દશામાંની મૂર્તિની ભાવિક ભક્તો દ્વારા પધરામણી કરવામાં આવી

 

દશામાંની મૂર્તિઓ ૩૦૦ થી લઈ ૫૦૦૦ સુધીનું વેચાણ જાેવા મળ્યું

 

દાહોદ તા.૨૮

 

અષાઢ માસનો અંતિમ દિવસ એટલે કે દિવાસો, દિવાસો એટલે કે સો પર્વનો વસો. દિવાસાથી જ વ્રત, તહેવાર અને ઉત્સવોનો પ્રારંભ થાય છે. દિવાસાથી લઈ દિવાળી સુધી લગભગ સો દિવસનો સમય રહે છે અને તે સંપૂર્ણપણે ઉત્સમય રહે છે એટલે જ અષાઢી અમાસનો દિવસ ખૂબ ઉત્તમ માનવામાં આવે છે. દિવાસો આજથી ચાલુ થતાં ઉત્સવની શરૂઆત દશામાં ની પૂજા અને મૂર્તિ સ્થાપનાથી થાય છે.

આજના દિવસને દિવાસો અને હરિયાળી અમાવાસ તરીકે પણ ઓળખાય છે એવું માનવામાં આવે છે કે આજના દિવસે વૃક્ષ રોપણ કરવાથી બધા કષ્ટોમાં થી છુટકારો મળે છે અને સુખ સમૃદ્ધિ વધે છે. અમુક વિસ્તારોમાં કિસાનો દ્વારા આજના દિવસે ખેતીમાં વપરાતા સાધનોની પણ પૂજા કરવામાં આવે છે જેથી ભગવાન તેમની ખેતીમાં ખૂબ જ વૃધ્ધિ કરે તેવી પ્રાર્થના કરાય છે.  

દાહોદમાં તેમજ આસપાસના વિસ્તારોમાં દશામાંની મૂર્તિનું આજ રોજ વાજતે ગાજતે સ્થાપના કરવામાં આવી, અબીલ ગુલાલ તેમજ ફટાકડા ફોડતા ભક્તો માઁ દશામાંની જયજય કાર કરતા ભક્તો જાેવાતા હતા. આજથી દશામાંના ઉપવાસ પણ ચાલુ થયેલ છે. માં દશામાંના ભક્તો દ્વારા શુભ મુહૂર્ત જાેઈ ઘરે અને અમુક વિસ્તારોમાં તો ચોકમાં દશામાંની મૂર્તિનું સ્થાપન કરવામાં આવેલ છે. આજથી દસ દિવસ સુધી દશામાંનું પૂજન, અર્ચન, સત્સંગ, આરતી, કીર્તન, ગરબા, પ્રસાદ જેવા પ્રોગ્રામો ઘરે ઘરે જાેવા મળનાર છે, આમ દશામાંના ભક્તોમાં ભારે ઉત્સાહ જાેવા મળતો હતો.

 

 

Share This Article