દેવગઢબારિયા નગરપાલિકા ખાતે સામાન્ય સભાની મિટીંગ યોજાઈ
સામાન્ય સભાની મિટીંગમાં આગે વળગે તે પ્રકારની સભ્યો ની હાજરી:સામન્ય સભામાં કેટલાક સભ્યો ગેરહાજરી
દેવગઢબારિયા નગરપાલિકા ઉપપ્રમુખ ગોેરાંગ પડ્યાં તેમજ સભ્ય અક્ષયભાઇ જૈન દ્વારા લોકોની સમસ્યાનો નિરાકરણ લાવવા ધારદાર રજુઆતો
દાહોદ : તા.05
દેવગઢબારિયા નગરપાલિકા ખાતે સામાન્ય સભાની મિટીંગ યોજાઈ જેમાં દેવગઢબારિયા શહેરના અનેક વિસ્તારોમાં બાકી કામો કરવાં જેવાં કે રોડ રસ્તાઓ , પીવાના પાણીની લાઈન , ગટર લાઈન , તેમજ સાફસફાઈ જેવાં અનેક વિકાસના કામો કરવાની રજુઆત કરવામાં આવી અને શહેરમાં બાંધકામ કરી દબાણો કરવામાં આવ્યાં છે. તેને તાત્કાલિક દુર કરાવવા જેવી અનેક સમસ્યાઓનો નિરાકરણ લાવવા રજુઆતો કરવામાં આવી એન અમુક બિલ્ડરો દ્વારા મોટા બાંધકામ કરવામાં આવ્યાં છે. તેવી જગ્યાએ ફાયર સેપ્ટીની સુવિધાઓનો અભાવ હોય તેવી જગ્યાએ પાલિકા કર્મચારીઓ દ્વારા કાયદેસરના પગલા લેવા જોઈએ અને અમુક વોર્ડમાં ગરીબ પરીવાર ના મકાનોની આકારણી કરવા માટે જે તે વોર્ડના સભ્યો દ્વારા ખાત્રી કરી અરજદારો દ્વારા પાલિકા કર્મચારીઓને અરજીઓ અને સાથે આધાર પુરાવા સામેલ કરેલ હોવા છતાં પણ ગરીબોને મકાનોની આકારણીઓ કરવામાં નથી આવતી અને અરજદારોને ધરમના ધક્કા ખવડાવવામાં આવતાં હોય છે. અને કેટલાઇ સમયથી અરજીઓ પેન્ડિંગ પડેલ છે. તેના પર પાલિકા અધિકારીઓ ધ્યાન નથી. આપતા અને બિલ્ડરોની ખોટી આકારણીઓ એકજ દિવસમાં કરી દેવામાં આવતી હોય છે. તેવા અધિકારીઓ ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ કારણ કે જો ગરીબોની અરજીઓ વર્ષોથી ધુળ ખાતી હોય તો ગરીબ હોવાનો કોઈ ગુન્હો છે. આવા અનેક સવાલો ઉઠવા પામ્યાં છે. હવે આ રજુઆતોને પાલિકા કર્મચારીઓ દ્વારા કેટલો ઝડપી નિર્ણય લેવામાં આવે છે. તે જોવું રહ્યુ.
