દાહોદમાં અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા વિજાગઢમાં યોજાયું ધર્મ સંમેલન

Editor Dahod Live
2 Min Read

દાહોદમાં અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા વિજાગઢ માં યોજાયું ધર્મ સંમેલન

આજરોજ તા.૨૭/૦૫/૨૦૨૨ દાહોદના વિજાગઢ ખાતે અલખધણી રામદેવજી મહારાજ ના મંદિરે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા ના શુભ અવસરે વિશાળ સંખ્યામાં ધર્મ સંમેલન યોજાયું આ સંમેલનમાં અખિલ ભારતીય સંત સમિતિ પંચમહાલના ઘોઘંબાથી પૂજ્ય વિક્રમદાસ જી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા જેમણે ધર્મરક્ષા હિંદુ પરિવારની રક્ષા હિન્દુ નારી પોતાના માથે સિંદુર હાથમાં બંગડી અને હિન્દુ ચિન્હોનો ઉપયોગ કરતા શરમ ના અનુભવે કારણ મહારાણા પ્રતાપ અને શિવાજી જેવા દીકરાઓ પેદા કરવા પડશે કહી મોટી સંખ્યામાં ઉપસ્થિત દેવી શક્તિ ને અભિનંદન આપ્યા હતા.પૂજ્ય દયાનંદજી મહારાજ ઘોડાખાળ કંબોઈ અને અખિલ ભારતીય સંત સમિતિ દાહોદના માર્ગદર્શક જેમણે હિંદુ ધર્મ માટે સૌ સાધુ-સંતોએ એક મંચ પર ભેગા મળીને સમાજની દરેક સમસ્યા ના ઉકેલ માટે સક્રિય થવું પડશે એટલું જ નહીં ધર્મ અને રાષ્ટ્ર માટે પણ સંતોએ પોતાનું યોગદાન આપવું પડશે એમ કહી આજના કાર્યક્રમના આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા આ કાર્યક્રમમાં પુ.શ્રી.ગંગારામજી મહારાજ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ગાંગરડી થી કિરણદાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા પૂજ્ય બાપુ દલસુખદાસજી મહારાજે સૌ ભક્તો સાધુ સંતોને આહવાન કરતા રામદેવજી મહારાજ અને એમની ભક્તિનો મહિના દર્શાવ્યો હતો સાથે જ રણુજાધામ સંજેલી અને એમની સાથે જોડાયેલા મંદિરો અને અલખ ધણી રામદેવના ભક્તો ને હિન્દુ સમાજની સેવા માટે આગળ આવવા માટે આહ્વાન કર્યું હતું આજના કાર્યક્રમમાં અખિલ ભારતીય સંત સમિતિ દાહોદ ના અધ્યક્ષ વિમલદાસજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા *આજના કાર્યક્રમ મા સામાજિક તેમજ રાજકીય આગેવાનો શ્રી ધમુભાઈ પંચાલ,શ્રી અજીતદેવ પારગી, શ્રી લલિતભાઈ ચેરમેન બાંધકામ સમિતી, શ્રી પર્વતભાઈ ડામોર જીલ્લા સભ્ય, શ્રી હિંમતભાઈ તડવીજી,શ્રીબાલુભાઈ તા.સભ્ય અને વિજાગડના સરપંચ શ્રી જાલુભાઈ પસાયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article