ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુર તાલુકાના ગરાડીયા ગ્રામ પંચાયત દ્વારા વર્ષો પછી મનરેગા યોજના હેઠળ તળાવ ઉંડા કરવાની કામગીરી હાથ ધરાઈ.
સંતરામપુર તા.22
સંતરામપુર તાલુકાના કેન્દ્ર સરકારની યોજના માં નરેગા યોજનામાં ઘરઆંગણે લોકોને રોજગારી મળી રહે તેના હેતુથી સંતરામપુર તાલુકાના હીરાપુર ગ્રામ પંચાયત દ્વારા તળાવ ઉંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રોજના આશરે ૬૦ જેટલા લોકો તળાવ ઉંડા કરવાની કામે લાગેલા હતા.અને રોજગારી મેળવી રહ્યા હતા તળાવ ઊંડા કરવાથી ચોમાસા દરમિયાનમાં સૌથી વધારે પાણી પણ ભરાઈ રહે અને પાણીનો સંગ્રહ પણ થઈ રહે આ રીતે બંને બાજુથી ફાયદો થાય છે લોકોને રોજગારી પણ મળે છે અને પાણીનો સંગ્રહ પણ કરી શકાય મનરેગા યોજના હેઠળ સરપંચ દ્વારા આ કામગીરી હાથ ધરાતા લોકોમાં ખુશી જોવા મળી હતી કારણકે ઘર આંગણે જ રોજગારી મેળવી રહ્યા છે કેન્દ્ર સરકારની મા નરેગા યોજના હેઠળ હજુ પણ લોકોને સૌથી વધારે રોજગારી મેળવવાનો મોકો મળેલો હતો આ રીતે તળાવ ઉંડુ કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવેલી હતી.