ઝાલોદ તાલુકાના કાળીમહુડી- વાંગીવડ ગામ પાસે ટ્રક અને મોટરસાઇકલ વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં મોટરસાઇકલ પર સવાર ત્રણેય યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હોવાના પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યા છે ત્યારે અકસ્માતની ઘટના બાદ ચાલક ટ્રક રોડ પર જ મૂકી ભાગી ગયો છે અને ઘટનાસ્થળે આજુબાજુ ના સ્થાનિકોના લોકટોળા ભેગા થઇ ગયા છે જોકે ઉપરોક્ત ઘટનાની જાણ ઇમરજન્સી 108 તેમજ લીમડી પોલીસને થતા લીમડી પોલીસ તાબડતોડ ઘટના સ્થળે પહોંચી મૃતકોના શબને પીએમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી ટ્રક ને કબ્જે લઇ આગળની તપાસમાં જોતરાઈ ગઈ છે.