Wednesday, 04/12/2024
Dark Mode

સંતરામપુર નગરમાં “કરુણા અભિયાન” અંતર્ગત પક્ષી બચાવો જનજાગૃતિ રેલી નીકળી

સંતરામપુર નગરમાં “કરુણા અભિયાન” અંતર્ગત પક્ષી બચાવો જનજાગૃતિ રેલી નીકળી

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.11

સંતરામપુરનગરમાં કરુણા અભિયાન અંતર્ગત પક્ષી બચાવો અભિયાન સાથે રેલી યોજાઇ હતી. આજરોજ સંતરામપુર નગરમાં સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે વન વિભાગના અધિકારી કર્મચારી તથા પ્રકૃતિ મંડળ ના  સહયોગથી સંતરામપુર નગરમાં પક્ષી બચાવો કરુણા અભિયાન રેલી યોજવામાં આવી હતી ઉતરાણના દિવસે આકાશમાં પતંગોના આકાશી યુધ્ધ જામે છે પરંતુ અબોલ પક્ષીઓ સવારના સાંજના આકાશમાં ઉડતા હોય છે મોટાભાગે પક્ષીઓ દોરી વાગવાથી ઘાયલ અને ઇજાગ્રસ્ત બનતા હોય છે જેના ભાગરૂપે સંતરામપુર વનવિભાગ દ્વારા પક્ષીઓને ઘાતક દોરાથી બચાવવાં  અભિયાન અંતગર્ત લોકજાગૃતિ માટે રેલી યોજાઇ હતી જેમાં ઉતરાયણના દિવસે પતંગ ઉડાડવા બાબતે અને દોરી બાબતે વનવિભાગ દ્વારા સમજ અપાઇ હતી સંતરામપુર નગરમાં રેલી કાઢી હાઈસ્કુલ ના વિદ્યાર્થીઓ સૂત્રોચાર કરી નગરજનોમાં પક્ષી બચાવો માટે જાગૃત કર્યા હતા સાથે જ વહેલી સવારે પક્ષીઓ આકાશમાં ઉડતા હોય અને મોડી સાંજે ઉડતા હોય પહેલા પક્ષી પરત આવતા હોય પતંગ ચગાવવાથી સમજ અપાઇ હતી ઉતરાયણ તહેવાર ઉત્સવનું હોય સાંજના સમયે ફટાકડા ફોડતા હોય ના ફોડવાની સૂચનાને સમજ અપાઇ હતી એકંદરે સંતરામપુર નગરમાં રેલી યોજીને ઘાયલ પક્ષીઓને રેકયુ સેન્ટર સુધી અને કોઠાના બોક્સમાં જે તે સેન્ટર પર પક્ષી લઈને જવાની સમજ આપો અને સંતરામપુર વિદ્યાર્થીઓને પતંગ ચગાવવાના શપથ લેવડાવ્યા હતા.આ સંતરામપુર નગરમાં "કરુણા અભિયાન" અંતર્ગત પક્ષી બચાવો જનજાગૃતિ રેલી નીકળીઅભિયાનમાં વહીવટી તંત્ર અને મહીસાગર જિલ્લા કલેકટરે સુચના આપી હતી.

error: Content is protected !!