દાહોદ:કોરોના કાળમાં બે વર્ષથી બંધ પડેલી ગરીબ તેમજ મધ્યમ વર્ગ માટે લાઈફલાઈન ગણાતી દાહોદ-રતલામ મેમુ ટ્રેન ગુરુવારથી પુનઃ પાટા પર દોડશે…
ટ્રેનમાં મુસાફરી માટે રિઝર્વેશનની જરૂર નહીં રહે,
ગરીબ તેમજ મધ્યમ વર્ગ માટે લાઈફ લાઈન ગણાતી મેમુ ટ્રેનને લોકડાઉન બાદથી બંધ કરાઇ હતી
દાહોદથી રાત્રે 10.20 વાગ્યે અને પરત રતલામથી રાત્રે 9 વાગ્યે ઉપડશે..
દાહોદ તા.23
મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતી તેમજ ગરીબ અને મધ્યમ વર્ગ માટે લાઈફ લાઈન ગણાતી દાહોદ – રતલામ – દાહોદ મેમુ પેસેન્જર ટ્રેન કોરોના કાળમાં છેલ્લા બે વર્ષથી બંધ હતી. પરંતુ પરિસ્થિતિ સામાન્ય થતાં રેલવે તંત્ર દ્વારા લાઈફલાઈન ગણાતી આ મેમુ ટ્રેન ને પુનઃ શરૂ કરવા મંજૂરી આપી દેતાં આ ટ્રેન અગામી 24 માર્ચ ગુરુવારથી આ ટ્રેન પૂનઃ પાટા પર દોડતી થશે.જોકે આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે કોઇ રિઝર્વેશન કરાવવું નહીં પડે. મુસાફરો જનરલ ટિકીટ લઇને તેમાં મુસાફરી કરી સકશે.
રેલ્વે મુખ્યાલયની સ્વીકૃતિ બાદ બાદ રેલવે વિભાગ દ્વારા આ ટ્રેનના અવરજવરનું શેડ્યુલ પણ જાહેર કરી દીધુ છે .જે મુજબ મુજબ 09357 દાહોદ – રતલામ મેમુ ટ્રેન દાહોદથી રાત્રે 10.20 વાગ્યે ચાલી 10.29 બોરડી , 10.37 અનાસ , 10.50 મેઘનગર , 11 થાંદલા રોડ , 11.08 બજરંગગઢ , 11.35 બામનિયા , 11.44 ભેરોગઢ , 11.52 રાવટી , 12 વાગ્યે બીલડી , 12.09 મેરવાની થઇ રાત્રે 1.05 વાગ્યે રતલામ પહોંચશે . તેવી જ રીતે પરત ફરતી વખતે 09358 રતલામ – દાહોદ – રતલામ મેમુ સ્પેશ્યલ રતલામથી રાત્રે 9 વાગ્યે ચાલી 9.12 વાગ્યે મોરવાની , 9.21 વાગ્યે બીલડી , 9.28 વાગ્યે રાવટી , 9.40 વાગ્યે ભેરોગઢ , 9.48 વાગ્યે બામનિયા , 9.54 વાગ્યે અમરગઢ , 10.06 વાગ્યે પંચપીપલિયા , 10.14 વાગ્યે બજરંગગઢ , 10.47 વાગ્યે થાંદલા રોડ , 10.54 વાગ્યેમેઘનગર , 11.23 વાગ્યે અનાસ , 11.41 વાગ્યે બોરડી થઇ રાત્રે 12.30 વાગ્યે દાહોદ ખાતે પહોંચશે .
