ગરબાડા તાલુકામાં એક ઈસમે તેના મિત્રની મદદથી 21 વર્ષીય યુવતીનું અપહરણ કર્યું:બે દિવસ સુધી ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું 

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડા તાલુકામાં એક ઈસમે તેના મિત્રની મદદથી 21 વર્ષીય યુવતીનું અપહરણ કર્યું:બે દિવસ સુધી ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું

ગરબાડા તા.20

ગરબાડા તાલુકાના પાંદડી ગામે મામાના ઘરે પુંજા મુકવા આવેલી ખરોદા ગામની ૨૧ વર્ષીય યુવતીને પાંદડી ગામના બે નરાધમોએ યુવતીને બળજબરીથી મોટરસાયકલ પર બેસાડી અવાર નવાર દુષ્કર્મ ગુજારતા નરાધમોના ચુંગાલમાંથી છુટેલી અને બળાત્કારનો ભોગ બનેલી યુવતીએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર તાલુકાના ખરોદા ગામની 21 વર્ષીય યુવતી ગરબાડા તાલુકાના પાંદડી ગામે તેના મામાના ઘરે આવી હતી. અને ગત રોજ ઘરેથી પૂજા નાખવા જતા રસ્તામાં મોટરસાઇકલ પર આવેલા પાંદડી ગામના રિન્કેશભાઈ રમેશભાઈ સુપનિયા તેમજ અનિલભાઈ બાબુભાઈ પરમાર દ્વારા યુવતીને બળજબરીથી ગાંધી મારી નાખવાની ધમકી આપી મોટરસાયકલ પર બેસાડી લઈ જઈ કતવારા તેમજ પાંચવાડા મુકામે લઇ જઈ રિન્કેશ ભાઈ સુપનિયાએ યુવતીની મરજી વિરુદ્ધ બળજબરીથી અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ આ બંને નરાધમોના ચૂંગાલમાંથી છૂટીને આવેલી અને બળાત્કારનો ભોગ બનેલી યુવતીએ જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જેસાવાડા પોલીસે પાંદડી ગામના બંને નરાધમો વિરુદ્ધ દુષ્કર્મ અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Share This Article