Friday, 29/03/2024
Dark Mode

ઝાલોદ તાલુકાના પીપલેટ ગામે બે પક્ષો વચ્ચે ધીંગાણું: પોલીસે બંને પક્ષે 17 લોકો વિરુદ્ધ રાયોટીંગનો ગુનો નોંધ્યો….

March 19, 2022
        1509
ઝાલોદ તાલુકાના પીપલેટ ગામે બે પક્ષો વચ્ચે ધીંગાણું: પોલીસે બંને પક્ષે 17 લોકો વિરુદ્ધ રાયોટીંગનો ગુનો નોંધ્યો….

સુમિત વણઝારા- ઝાલોદ

ઝાલોદ તાલુકાના પીપલેટ ગામે બે પક્ષો વચ્ચે ધીંગાણું: પોલીસે બંને પક્ષે 17 લોકો વિરુદ્ધ રાયોટીંગનો ગુનો નોંધ્યો….

ઝાલોદ તા.19

ઝાલોદ તાલુકાના ચાકલીયા પીપ્લેટ આંબા ફળિયામાં ચૂંટણી સંબંધે ની અદાવત રાખી નવ ઈસમોના ટોળાએ મારક હથિયારો સાથે ઘસી આવી મોટર સાઇક્લ આવેલા બે વ્યક્તિઓને રોકી માર મારતા તે દરમિયાન બુમાબુમ થતા મોટર સાઇક્લ ચાલ્કની પુત્રી તેમજ પત્ની બચાવવાં જતા તેઓને પણ તોળા એ ગદડા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપી હોવાનું જાણવા મળેલ છે જયારે સામા પક્ષે પણ વાહન અકસ્માત થવા સંબંધે મારા મારી કરી હોવાના આક્ષેપો મૂકી આઠ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે બન્ને પક્ષે ૧૭ ઈસમો વિરુદ્ધ રાયોટિંગ નો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે 

પ્રાપ્ત માહિતી અનુસાર ચાકલીયા ગામના પીપ્લેટ આંબા ફળિયાના રહેવાસી શૈલેષ હરીયાભાઈ ડાંગી સતીશ હરીયાભાઈ ડાંગી અને અલ્કેશ હરીયાભાઈ ડાંગી દલુભાઈ હરિયા ભાઈ ડાંગી કેલેસ ભાઈ તનસિંગ ડાંગી આશિષ અલ્કેશ ડાંગી સુરેન્દ્ર ભાઈ સેલેસ ડાંગી રાજેન્દ્ર અલ્કેશ ડાંગી તથા મેહુલ દિલીપ ડાંગીએ ચૂંટણી સંબંધે ની અદાવત રાખી મારક હથિયારો સાથે આવી તેમજન ગામના મોટર સાઇક્લ પર આવી રહેલા રમેશ ભાઈ ખાતા ભાઈ ડામોર તેમજ મોમસીંગ ભાઈ ડામોર ને રોકી શૈલેષ હરિયા ડાંગી એ કહ્યું હતું કે આવનારી પંચાયતની ચૂંટણી માં હું બિન હરીફ નહિ ચૂંટાવ તો તને જાણ થી મારી નાખીસ તેમ કહી સાથે આવેલા ટોળા એ મારઝૂડ ચાલ્લુ કરતા તે સમયે બુમાબુમ થતા રમેશ ખાતા ડામોર ની પત્ની તેમજ તેમની પુત્રી મેઘાબેન છોડાવા પડતા ઉપરોક્ત ટોળા એ બન્ને માં દીકરી પણ ગદડા પાટુ નો માર મારી જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપી નાસી ગયા હતા ઉપરોક્ત બનાવ સંદર્ભે પીપ્લેટ આંબા ફળિયાના રહેવાસી રમેશ ભાઈ ખાતા ભાઈ ડામોરે ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ચાકલીયા પોલીસે ઉપરોક્ત ટોળા વિરુદ્ધ રાયોટિંગ નો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે

જયારે સામા પક્ષે સુરેન્દ્રભાઈ શૈલેષ ભાઈ ડાંગીએ ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ આપી જણાવ્યું હતું કે મોટર સાઇક્લ પર તેમના મિત્ર કૈલાશ ભાઈ ડાંગી જોડે લીમડી તરફ જઈ રહ્યા હતા તે સમયે રસ્તામાં રમેશ ભાઈ ખાના ભાઈ ડામોર મોમસીંગ રાઇસીગ ગરાસિયા નાઓ સામે થી મોટર સાઇક્લ લાવીને અમારી સાથે અથડાવી મારા મારી શરૂ કરતા તે દરમિયાન બુમા બુમ થતા તેમના સાગરીત હકારીયા ટીટા ડામોર અશ્વિન હકારીયા ડામોર મનેસ હકારીયા ડામોર જવચન્દ રામસીંગ ગરાસિયા તથા રાહુલ દિનેશ ડામોર નાઓ દોડી આવી હકારીયા ભાઈ ડામોરે કૈલાશ અને શૈલેષ ને ધાર્યું મારી તેમજ ઉપરોક્ત લોકોએ અમોને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા ઉપરોક્ત બનાવ સંદર્ભે સુરેન્દ્ર શૈલેષ ડાંગીએ ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ચાકલીયા પોલીસે ઉપરોક્ત તમામ વિરુદ્ધ રાયોટિંગ નો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!