
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના ખારવા ગામે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત: અન્ય બે ઇજાગ્રસ્ત
ગરબાડા તા.20
ગરબાડા તાલુકાના ખારવા નજીક મધ્યપ્રદેશની મુસાફરો ભરીને આવી રહેલી ક્રુઝર ગાડીના ચાલકે સામેથી પૂરઝડપે આવતી કાર ને બચાવવા જતા ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ક્રુઝર ગાડી પલ્ટી મારી રોડની સાઈડમાં ઉતરી જતા ગાડીમાં સવાર એક વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. જ્યારે અન્ય બે થી ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું પ્રાથમિક તબક્કે માહિતી પ્રાપ્ત થઇ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશથી મુસાફરો ભરીને આવી રહેલી ક્રુઝર ગાડી ગરબાડા તાલુકાના ખારવા નજીકથી પસાર થઇ રહી હતી તે સમયે સામેથી એક ફોર વીલર ગાડી પુરઝડપે આવતા ક્રુઝર ગાડીના ચાલકે કાર ને બચાવવા જતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેના લીધે ક્રુઝર ગાડી પલટી મારી રોડની સાઇડ પર ઉતરી જતા કુદર ગાડીમાં સવાર રિતેશ સિકદાર સીસોદીયા, ધનરાજ બાપુભાઈ રાવત, તેમજ નરપત કેલીયા રાવત નાઓ ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન સિકદારભાઈ સીસોદીયાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ બનાવ સંદર્ભે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ઢહી અડવાણીયા રાણી મોહલ્લા ખાતેના રહેવાસી ભૂપેશ લક્ષ્મણ ધારવેએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ગરબાડા પોલીસે ક્રુઝર ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.