ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં 14 વર્ષીય આદિવાસી સમાજની બાળકી સાથે દુષ્કર્મનો મામલો: ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા આવતીકાલે દાહોદ બંધનું સોશિયલ મીડિયામાં  એલાન 

Editor Dahod Live
1 Min Read

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં 14 વર્ષીય આદિવાસી સમાજની બાળકી સાથે દુષ્કર્મનો મામલો: ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા આવતીકાલે દાહોદ બંધનું સોશિયલ મીડિયામાં  એલાન 

દાહોદ તા.૧૦

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં એક ૧૪ વર્ષીય આદિવાસી સમાજની બાળકી સાથે એક યુવકે દુષ્કર્મ આચરતાં જેનો સખ્ત શબ્દોમાં વિરોધ નોંધાવી દાહોદ ભારતીય ટ્રાઈબલ ટાઈગર સેના દ્વારા આવતીકાલેક એટલે કે, તારીખ ૧૧મીના રોજ દાહોદ બંધનું સોશીયલ મીડીયાના માધ્યમથી એલાન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

ભારતીય ટ્રાઈબલ ટાઈગર સેનાના જણાવ્યાં અનુસાર, ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ૧૪ વર્ષિય આદિવાસી સમાજની બાળકી ઉપર મુકેશ ભરવાડ નામક ઈસમે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે જે બનાવનો દાહોદના આદિવાસી સમાજ સખ્ત વિરોધ નોંધાવી અને પીડીતાને ન્યાન મળે તે માટે તારીખ ૧૧મી માર્ચના રોજ દાહોદ બંધનું સોશીયલ મીડીયાના માધ્યમથી એલાન કરવામાં આવ્યું છે. આ એલાનમાં દવાખાના અને મેડીકલ સુવિધાને કોઈ અસર ન પડે તે માટે દવાખાના અને મેડીકલ સ્ટોર ચાલુ રાખવા તેમજ અન્ય વેપાર, ધંધા લોકોએ બંધ રાખવા દાહોદ ભારતીય ટ્રાઈબલ ટાઈગર સેનાના આગેવાનો તેમજ કાર્યકરોએ અપીલ કરી છે.

 

———————————–

Share This Article