ધાનપુર તાલુકાના મોટા મલુ ગામેથી પોલીસે દેશી તમંચા તેમાં જીવતા કારતૂસ સાથે એકને ઝડપી જેલભેગો કર્યો…

Editor Dahod Live
1 Min Read

ધાનપુર તાલુકાના મોટા મલુ ગામેથી પોલીસે દેશી તમંચા તેમાં જીવતા કારતૂસ સાથે એકને ઝડપી જેલભેગો કર્યો…

દાહોદ તા.14

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના મોટીમલુ ગામેથી પોલીસે એક ઈસમ પાસેથી ગેરકાયદે દેશી હાથ બનાવટના તમંચો તેમજ કારતૂસ નંગ એક એમ કુલ મળી રૂપિયા 5,100/- નો મુદ્દામાલ ઝડપી પાડયો હોવાનું જાણવા મળે છે.

ગત તારીખ ૧૩મી ફેબ્રુઆરીના રોજ ધાનપુર પોલીસને મળેલ બાતમીના આધારે, ધાનપુર તાલુકાના મોટીમલુ ગામે ખેડા ફળિયામાં રહેતા મકાભાઇ ભુરજીભાઈ મેડાના મકાનમાં પોલીસે ઓચિંતો છાપો મારી તેના મકાનની તલાસી હાથ ધરતા ઘરની પાસે આંગણામાં લાકડાના હવાડાની અંદર સંતાડી રાખેલ ગેરકાયદેસર રીતે દેશી હાથ બનાવટના તમંચો કિંમત રૂપિયા 5,000 તથા 12 બોરનો કારતૂસ નંગ એક કિંમત રૂપિયા 100 એમ કુલ મળી રૂપિયા 5,100/- ના મુદ્દામાલ સાથે ધાનપુર પોલીસે મકાભાઇ ભુરજીભાઈ મેડાને ઝડપી પાડી તેની વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article