દે.બારીયા તાલુકાના કાળીયાગોટા ગામે અમને ચૂંટણીમાં વોટ કેમ નહિ આપ્યો તેમ કહી ત્રણ વ્યક્તિઓએ એક વ્યક્તિને ગડદાપાટુ નો માર માર્યો 

Editor Dahod Live
1 Min Read

દે.બારીયા તાલુકાના કાળીયાગોટા ગામે અમને ચૂંટણીમાં વોટ કેમ નહિ આપ્યો તેમ કહી ત્રણ વ્યક્તિઓએ એક વ્યક્તિને ગડદાપાટુ નો માર માર્યો 

દે.બારીયા તા.31

દે.બારીયા તાલુકાના કાળીયાગોટા ગામે તે અમને ચૂંટણીમાં વોટ કેમ નહિ આપ્યો તેમ કહી ત્રણ વ્યક્તિઓએ એક વ્યક્તિને ગદડાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપ્યાનું જાણવા મળેલ છે.

ગત તારીખ 28/01/2022 ના રોજ દેવગઢ બારીયા તાલુકાના nani ઝરી ભગત ફાંફાલીતાણા રહેવાસી ભારત ભાઈ રામા ભાઈ પટેલ પોતાની મોટરસાઇકલ કાલીયા ગોટા ગામેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે તેમજનાજ ગામના રમણ ઝેરાભાઈ પટેલ દેવેન્દ્ર લક્ષ્મણ ભાઈ પટેલ તેમજ રમેશભાઈ લક્ષ્મણ ભાઈ પટેલને રોકી તે અમને ચૂંટણીમાં વોટ કેમ નથી આપ્યો તેમ કહી ગદડા પાટુનો માર મારી જાનથી મતિ નાખવાની ધમકી આપી નાશી ગયા હતા

ઉપરોક્ત બનાવ સંધર્ભે રમેશભાઈ પટેલે પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article