
દાહોદ તાલુકાના કાળી તળાઈ ગામે પુરઝડપે આવતી ફોર વહીલ ગાડીની અડફેટે લેતા બે વ્યક્તિઓને ઈજાગ્રસ્ત..
દાહોદ તા.31
દાહોદ તાલુકાના કાળીતળાઈ નજીક પૂર ઝડપે આવતી એક ફોરવિલ ગાડીએ મોટરસાઇકલને અડફેટે લેતા બે વ્યક્તિઓને ઇજા પહોંચી હોવાનું જાણવા મળેલ છે.
મળતી માહિતી અનુસાર દાહોદ તાલુકાના કાળી તળાઈ નજીક રળીયાતી ગામના જીતેન રમેશભાઈ મિનામાં તેના મિત્ર રોહિત દિલીપભાઈ સાથે પોતાની મોટરસાઇકલ લઈ હોટલ સતી તોરલ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે પાછળથી પૂરઝડપે આવતી જીજે 20-AQ-0191 ના ચાલકે પાછળથી જીતેન્દ્ર ભાઈની મોટરસાઇકલને અડફેટે લેતા મોટરસાઈકલ સવાર બન્ને વ્યક્તિઓ જમીનપર પાછડાતા તેઓને શરીરે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે નજીકના દવાખાને પહોંચાડવામાં આવ્યા હતા જયારે ફોરવહીલર ચાલક પોતાની ગાડી મૂકી અકસ્માત સર્જી ફરાર થયો હતો
ઉપરોક્ત બનાવ સંદર્ભે રળીયાતીગામના જીતેન્દ્ર રમેશભાઈ નિનામાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફોર વહીલર ગાડીના ચાલક સામે અકસ્માત રૂપી ગુનો નોંધી ફરાર ગાડી ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે