
રાહુલ મહેતા :- દેવગઢ બારીયા
દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામે સ્ટેટ વિજિલન્સ ના દરોડા માં વિદેશી દારૂ સાથે ઝડપાય લો બુટલેગર કોરોના પોઝિટિવ આવતા કોવીડ સેન્ટર માં ખસેડાયો બે પોલિસ કર્મી હોમ કોરાંટાઈન અન્ય પોલીસ સહિત લોકો મા ફફડાટ
પીપલોદ બજાર માં વિદેશી દારૂ નુ ખુલ્લે આમ વિદેશી દારૂ નુ ચાલતું વેચાણ ઉપર વિજિલન્સ ના દરોડા મા એક ઝડપાયો હતો.
પોલીસ રેડ દરમિયાન પકડાયેલા ઈસમે વિદેશી દારૂનો અન્ય જથ્થો પંચેલા ગામે હોવાનું જણાવ્યું:સ્થાનિક પોલીસ ઉંઘતી jhd
પંચેલાનો મિલન ભરવાડ દારૂના વેપલા નો મુખ્ય સૂત્રધાર:સ્ટેટ વિજિલન્સ ની રેડમાં રૂ ૧.૧૯.૮૨૦નો મુદ્દા માલ પકડાયો
દેવગઢ બારિયા તા.:- 25
દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ બજારમાં ખુલ્લેઆમ વિદેશી દારૂનો અડ્ડા ઉપર સ્ટેટ વિજિલન્સ ના દરોડા મા ઝડપાયેલા બુટલેગર કોરો નો પોઝીટીવ બે પોલીસકર્મી કોરોંટાઈન અન્ય પોલીસ સહિત લોકો મા ફફડાટ.
પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢ બારિયા તાલુકાના પિપલોદ બજારમાં ગણેશ કોમ્પ્લેક્સ ની પાછળ ખુલ્લે આમ વિદેશી દારૂનો વેપલો થતો હોવાની બાતમી ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ પોલીસને મળતા સ્ટેટ વિજિલન્સ પોલિસે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા એક ઈસમ ભાવેશ હીરાભાઈ ભરવાડ વિદેશી દારૂનો વેપલો કરતો વિદેશી દારૂ તેમજ એક મોટરસાઇકલ તેમજ દારૂનું વેચાણ કરેલા રોકડ રૂપિયા સાથે તેને ઝડપી પાડી તેની વધુ પૂછ પરછ મા આ વિદેશી દારૂનો મુખ્ય સૂત્રધાર મિલન ભરવાડ અને વઘુ દારૂ નો જથ્થો પંચેલા ગામ ના ભરવાડ ફળિયાં મા તેના જુના ઘરે મુકેલો હોવાનું જણાવતા પોલીસે આ ભાવેશ ભરવાડ ને સાથે રાખી પોલીસે તપાસ હાથ ધરી વઘુ દારૂ નો જથ્થો ઝડપી પાડી વિદેશી દારૂ સહિત કુલ રૂપિયા ૧.૧૯.૮૨૦ નો મુદ્દા માલ ઝડપી પાડયો હતો ત્યારે આ ભાવેશ ભરવાડ વિરૂદ્ધ સ્ટેટ વિજિલન્સ પોલીસે પ્રોહી એક્ટ મુજબનો ગુન્હો નોંધી તેને હાલ ચાલી રહેલા કોરોના ની મહામારી ને લઈ સરકાર ની ગાઈડ લાઈન મુજબ પકડાયેલા ઇસમ ભાવેશ ભરવાડ નુ કોરોના નો રીપોર્ટ કરાવતા તેને કોરો ના પોઝીટીવ આવતા ભાવેશ ભરવાડ ને દેવગઢ બારીઆ સરકારી હોસ્પિટલમાં કોવિડ સેન્ટર મા મોકલી આપવામાં આવ્યો હતો જ્યારે આ ભાવેશ ભરવાડ નો કોરોના નો રીપોર્ટ પોઝીટીવ આવતા સ્થાનિક પોલીસના બે માણસો પણ હોમ કોરોંટાઈન થયા હોવાનું કહેવાઈ રહ્યું છે ત્યારે હાલ આ વિદેશી દારૂની તપાસ નો દોર અટકી ગયો હોઈ અને આ વિદેશી દારૂનો વેપલો કરનાર ને કૉરોનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાની વાતને લઈ અન્ય પોલીસ કર્મી સહિત ગ્રામજનો માં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે તયારે આ સ્ટેટ વિજિલન્સ ની રેડ ની તપાસ ધાનપુર પોલીસને સોંપવામાં આવી છે
બોક્સ…. પીપલોદ પોલીસ મથકના વિસ્તાર મા વિદેશી દારૂ ની હેરાફેરી અને જુગાર એ એક હબ સમાન ગણાય છે ત્યારે આ પીપલોદ ગામની વચ્ચે ખુલ્લે આમ વિદેશી દારૂનો વેપલો ચાલતો હોઈ અને સ્ટેટ વિજિલન્સ ની રેડ થી સ્થાનિક પોલિસ માં ખળભળાટ મચી જવા પામેલ છે ત્યારે સ્થાનિક પી એસ આઇ રજા ઉપર ઉતરી ગયા હોવાનું કહેવાય રહ્યું છે. ત્યારે આ પીપલોદ ગામ માં આટલો મોટા વિદેશી દારૂનો નો વ્યેપલા ખુલ્લે આમ ધમધમી રહ્યો હોઈ જેની પાછળ કયા ગોડ ફાધર નો હાથ હસે જેને લઇ ચાલતી અનેક ચર્ચાઓ