દાહોદ:યુવતીના પ્રેમમાં પડેલા યુવકનું બે ઇસમોએ બળજબરીથી અપહરણ કરી ઝેરી ટ્યુબ પીવડાવી મારી નાખવાનો કર્યો પ્રયાસ..

Editor Dahod Live
2 Min Read

દાહોદ:યુવતીના પ્રેમમાં પડેલા યુવકનું બે ઇસમોએ બળજબરીથી અપહરણ કરી ઝેરી ટ્યુબ પીવડાવી મારી નાખવાનો કર્યો પ્રયાસ 

દાહોદ તા.૧૭

 દાહોદ તાલુકાના મંડાવ ગામના યુવકને એક યુવતી સાથેના પ્રેમ સંબંધમાં રહેવા બાબતે બે ઈસમોએ અપહરણ કરી જંગલ વિસ્તારમાં લઇ ગયા બાદ ઝેરી ટ્યુબ યુવકને બળજબરીથી પીવડાવી મારી નાખવાની કોશિશ કરતા  યુવકની હાલત ગંભીર બની હતી. જોકે બર્બરતાનો ભોગ બનેલ યુવકે બંને ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવ્યાનું જાણવા મળેલ છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના ધામરડા ગામના રાહડુંગરી ફળિયામાં રહેતાં ઉદેસિંગભાઈ નરસિંગભાઈ હઠીલા અને મુકેશભાઈ વરસીંગભાઈ હઠીલાએ તેમના જ ફળિયાના  એક ૨૨ વર્ષીય યુવક વિકાસભાઈ બાબુભાઈ ભાભોરને કહેલ કે, તું  અમારી સાથે ચાલ નહીં, તો તને અમારી મોટરસાઈકલથી ઉડાવીને મારી નાંખીશુ તેવી ધમકીઓ આપી વિકાસભાઈનું અપહરણ કરી લઈ દાહોદ તાલુકાના મંડાવાવ ગામે જંગલ વિસ્તાર તરફ લઈ ગયાં હતાં જ્યાં વિકાસભાઈને બેફામ ગાળો બોલી, ગડદાપાટ્ટુનો માર મારી કહેવા લાગેલ કે, તું મારી ભાણી સાથે કેમ પ્રેમસંબંધ રાખે છે, તેમ કહી વિકાસભાઈને પકડી પાડી ખિસ્સામાંથી ઝેરી ટ્યુબ પીવડાવી મોંઢુ દબાવી દઈ મારી નાંખવાની કોશિષ કરતાં જેમ તેમ કરી વિકાસભાઈ ગંભીર હાલતમાં ઉપરોક્ત બંન્ને ઈસમોના ચંગુલમાંથી છુટી પોતાના પરિવારજનોને ઉપરોક્ત ઘટનાની જાણ કરતાં પરિવારજએ વિકાસભાઈને લઈ દાહોદ તાલુકા પોલીસ મથકે આવી પહોંચ્યાં હતાં અને જ્યાં વિકાસભાઈ બાબુભાઈ ભાભોરે ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

———————————–

Share This Article