
દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
ઝાલોદ તાલુકાના માંડલેશ્વર ખાતે શારદાબેન જનરલ હોસ્પિટલમાં રસીકરણ કેમ્પ યોજાયો
દાહોદ તા.17
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના માંડલેશ્વર ખાતે શારદાબેન જનરલ હોસ્પિટલમાં રસીકરણ કેમ્પ યોજાયો જેમાં ઝાલોદ વિધાનસભા નાં ધારાસભ્ય શ્રી ભાવેશભાઈ કટારા એ પણ બુસ્ટર ડોઝ લીધો હતો
ઝાલોદ તાલુકાના શ્રી પંચમુખી માંડલેશ્વર શારદાબેન જનરલ હોસ્પિટલ મહાદેવ મંદિર ટ્રસ્ટ માંડલેશ્વર ખાતે દ્વારા આયોજિત રસીકરણ અભિયાન કેમ્પ યોજાયો. ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય ભાવેશભાઈ કટારા એ પણ બુસ્ટર ડોઝ લીધો અને 234 લોકો બીજો ડોઝ મુકવ્યા અને રસી લેવા અપીલ કરી. 18 વર્ષથી ઉપરના તમામ લોકો માટે રસીકરણ કરવામાં આવ્યું.આ કેમ્પ મા 234 લોકો એ રસી નો બીજો ડોઝ લીધો આમ શારદાબેન જનરલ હોસ્પિટલ માં તમામ જનતાને રાહતદરે સારવાર કરવામાં આવશે