ફતેપુરા તાલુકાના TDO ને ઝાલોદ યોજના સહ તાલુકા વિકાસ અધિકારી નો વધારાનો ચાર્જ સોંપાયો..

Editor Dahod Live
1 Min Read

શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા

ફતેપુરા તાલુકા ના તાલુકાવિકાસ વિકાસ અધિકારીને ઝાલોદ યોજના સહ તાલુકા વિકાસ અધિકારી નો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો

ઝાલોદના યોજના સહ તાલુકા વિકાસ અધિકારીની બદલી અમરેલી થતા ચાર્જ સોંપવામાં આવ્યો

ફતેપુરા તા.10

ફતેપુરા તાલુકાના મુખ્યમથક ફતેપુરા તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી તરીકેની ફરજ બજાવતા જગતસિંહ ઠાકોરને ઝાલોદ યોજના સહ તાલુકા વિકાસ અધિકારી નો વધારાનો ચાર્જ સોંપવામાં આવેલ છે ઝાલોદ યોજના સહ તાલુકા વિકાસ અધિકારી તરીકેની ફરજ બજાવતાં શ્રી ડી.એ.પટેલ ની બદલી સરકારશ્રીમાંથી અમરેલી જિલ્લામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકેની બદલી થતાં ઝાલોદમાં ખાલી પડેલ જગ્યા યોજના સહ તાલુકા વિકાસ અધિકારી ની જગ્યાએ ફતેપુરા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી તરીકેની ફરજ બજાવતા શ્રી જે.એમ ઠાકોરને વધારાનો ચાર્જ દાહોદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સોપવા માં આવેલ છે

Share This Article