
જીગ્નેશ બારીયા :- દાહોદ
ઇન્ટરસીટી,જનતા એક્સપ્રેસ,મેમુ દાહોદ સુધી શરુ કરવા તેમજ ગરીબ રથ અને અજમેર બાંદ્રાના સ્ટોપેજની પણ માંગ
દાહોદના સાસંદે કોરોનામાં બંધ કરાયેલી ટ્રેનો અને સ્ટોપેજ પુન:શરુ કરવા રેલ રાજ્યમંત્રીને રુબરુ રજૂઆત કરી
મંત્રી સાથે સૈહાર્દ પૂર્ણ મુલાકાતમાં માંગમીઓ સ્વીકારવા હૈયાધારણ આપી છે.:સાંસદ જશવંતસિંહ ભાભોર
દાહોદ તા.10
દાહોદના સાંસદે થોડા દિવસો પહેલાં દાહોદ ઇન્દાૈર રેલ પરિયોજનાની કામગીરી શરુ કરવા રેલ મંત્રીને પત્ર પાઠવ્યો હતો.ત્યારે દાહોદ સહિત ગુજરાતના મુસાફરોને સુવિધા મળે તેવા હેતુથી બંધ થયેલી ટ્રેનો શરુ કરવા તેમજ સ્થગિત કરાયોલા સ્ટોપેજ ફરીથી પ્રસ્થાપિત કરવા રેલ રાજંયમંત્રીને રુબરુ મળી સાસંદે લેખિત રજૂઆત કરતા આ સુવિધાઓ પુનઃ મળવાની દિશા ઉજ્જવળ બની છે.
દાહોદવાસીઓના સ્વપ્ન સમી ઇન્દાૈર રેલ પરિયોજના કેટલાયે સમયથી ખોડંગાઇ રહી છે.જો આ પરિયોજના વહેલીી તકે સાકાર થઇ જાય તો અત્યંત સુવિધાપૂર્ણ નીવડી શકે છે.જેથી આ યોજનાની આવશ્યક્તા સમજીને તે યોજનાની કામગીરી ફરીથી વેગવંતી બનાવવા દાહોદના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોરે થોડા દિવસો પહેલા રેલવે મંત્રીને રજૂઆત કરી હતી.ત્યાર બાદ તેઓએ રેલ અને ટેક્સટાઇલ રાજ્ય મંત્રી કે જેઓ સુરતના સાંસદ છે તેેવા દર્શનાબેન જરદોશ સાથે પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી અને દાહોદ તેમજ ગુજરાતના નાગરિકોને સુવિધા ફરીથી મળતી થાય તેવી રજૂઆત કરી છે.જેમાં અત્યંત સુવિધા પૂર્ણ અને આર્થિક રીતે પણ ગરીબોને પણ પરવડે તેવી દાહોદ વલસાડ ઇન્ટરસીટી કોરોના કાળ પછી બંધ કરી દેવામાં આવી છે.આ ઇન્ટરસીટી દાહોદ સુધી ફરીથી શરુ થાય ઉપરાંત બંધ કરાયેલી ફિરોઝપુર જનતા એક્સપ્રેસ અને દાહોદ આણંદ , વડોદરા મેમુ ફરીથી શરુ કરવા રજૂઆત કરી છે.તદઉપરાંત ગરીબ રથ અને અજમેર બાંદ્રા ટ્રેનોના સ્ટોપેજ પણ બંધ કરવામાં આવ્યા છે તેને પુનઃ શરુ કરવાની માંગ પણ કરવામાં આવી છે.આ ઉપરાંત રેલવેના પડતર તમામ પ્રશ્નો અને કર્મચારીઓની વિશેષ બાબતોની પણ માૈખિક ચર્ચા સાંસદ ઝસવંતસિંહ ભાભોરે રેલ રાજ્ય મંત્રી સાથે કરી હતી.જો આ ટ્રેનો શરુ થઇ જશે તો દાહોદ વિસ્તારના મુસાફરો માટે પહેલા જેવી જ સુવિધા ઉપલબ્ધ થઇ જશે.સાસંદનો ટેલીફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યુ છે કે રેલ રાજ્ય મંત્રી સાથે સાૈહાદ્ર પૂર્ણ મુલાકાત થઇ છે અને તમામ માંગણીઓ અન્વયે તેમણે હકારાત્મક પ્રતિસાદ આપી વહેલી તકે પ્રશ્નોના નિરાકરણ માટે હૈયાધારણ આપી છે અને માંગણીઓ સીકારારાશે તેના માટે હું સંપૂર્ણ આશાવાદી છું.