સંજેલી તાલુકાના પ્રતાપપુરા ગામેથી પરિવારથી વિખુટા પડેલા બાળકનો પરિવાર સાથે પુનઃમિલન કરાવવા માટે સોશિયલ મીડિયામાં ઝુંબેશ..

Editor Dahod Live
2 Min Read

કપિલ સાધુ :- સંજેલી 

સંજેલી તાલુકાના પ્રતાપપુરા ગામેથી પરિવારથી વિખુટા પડેલા બાળકનો પરિવાર સાથે પુનઃમિલન કરાવવા માટે સોશિયલ મીડિયામાં ઝુંબેશ..

સંજેલી તા.28

પ્રાપ્ત માહિતી મુજબ ગત શુક્રવારના રોજ સંજેલી તાલુકાના પ્રતાપપુરા ગામે નજીકમાં આવેલ જંગલ વિસ્તારથી પાસે જ માજી સરપંચ ના મકાનની નજીકથી એક બાળક રડતો હોવાનું માજી સરપંચના પરિવારના સભ્યોને જણાતા પરિવાર દ્વારા ઘરથી બહાર આ રડતા બાળકને જોઈને ચોકી ઉઠયા હતા ત્યારે તે બાળકને રડતો ચૂપ કરાવી તેમજ તેને વિશે માહિતી મેળવવા ની કોશિશ કરી હતી ત્યારે બાળકને તેનું પોતાનો પરિચય પૂછ્યો હતો ત્યારે બાળકે પોતે ભૂલો પડી ગયો હોવાનું જણાવ્યું હતું તેમજ તે પોતાના દ્વાર ગામનું સરનામું પણ ખ્યાલ ના હોવાનું જણાવ્યું હતું ત્યારે પ્રતાપપુરા ના માજી સરપંચ દ્વારા પણ માનવતા દાખવીને તે બાળકને પોતાના ઘરે સહારો આપ્યો હતો તેમજ તેને જમવાની રહેવાની વ્યવસ્થા પુરી પાડી હતી તેમજ તે બાળકની પોતાના પરિવારજનો સાથે મિલન કરાવવા માટે સંજેલી પોલીસ મથકે પણ જાણ કરાઈ હતી તેમજ સંજેલી તાલુકાના સોશિયલ મીડિયા દ્વારા પણ પરિવાર સાથે મિલન થાય તે માટે whatsapp ઉપર પણ બધા જ ગ્રુપમાં બાળકના પરિચય બાબતે મેસેજ કરવામાં આવી રહ્યા છે ત્યારે હાલ સુધી તો આ બાળકનો કોઈ વાલી વારસદાર નો પતો મળેલ નથી ત્યારે વહેલી તકે આ બાળકને પોતાના પરિજનો સાથે મિલન થાય તેવી સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે . તેમજ જો કોઈને આ બાળક બાબતે ઓળખાણ પરિચય હોય તો તેમને સંજેલી પોલીસ મથકે સંપર્ક કરવો તેમજ પ્રતાપપુરા ગામના માજી સરપંચ નો સંપર્ક કરવો .

બાળક દ્વારા જણાવવામાં આવેલી પોતાના બાબતેની માહિતી

પોતાનું નામ. … પકી,પિતાનું નામ બાબુ,ભાઈનું નામ રાકેશ,બેનનું નામ રેખા .મોટી બેન,બીજી બેન સુનિતા, કુલ ચાર ભાઈ બેન છે.માતા નું નામ વનિતા

Share This Article