Friday, 29/03/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં વિતેલા ચોવીસ કલાકમાં સર્જાયેલા માર્ગ અકસ્માતના ૬ જુદા-જુદા બનાવોમાં એક નું મોત, એક મહિલા સહીત 9 લોકો ઈજાગ્રસ્ત..

November 29, 2021
        2246
દાહોદ જિલ્લામાં વિતેલા ચોવીસ કલાકમાં સર્જાયેલા માર્ગ અકસ્માતના ૬ જુદા-જુદા બનાવોમાં એક નું મોત, એક મહિલા સહીત 9 લોકો ઈજાગ્રસ્ત..

જીગ્નેશ બારીયા દાહોદ 

દાહોદ જિલ્લામાં વિતેલા ચોવીસ કલાકમાં સર્જાયેલા માર્ગ અકસ્માતના ૬ જુદા-જુદા બનાવોમાં એક નું મોત, એક મહિલા સહીત 9 લોકો ઈજાગ્રસ્ત

વાહન ચાલકોની ગફ્લત તેમજ પૂરઝડપના લીધે માર્ગ અકસ્માતોની વણથંભી વણઝાર યથાવત.. 

દાહોદ તા.૨૯

દાહોદ જિલ્લામાં વિતેલા ચોવીસ કલાકની અંદર વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતને ૦૬ જુદા જુદા બનાવોમાં એક વ્યક્તિનું મોત નીપજ્યાંનું જ્યારે મહિલા સહિત કુલ ૦૯ વ્યક્તિઓને ઈજાઓ થયાંનું જાણવા મળે છે.

માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ઝાલોદ તાલુકાના ગરાડું ગામે ગત તા.૨૭મી નવેમ્બરના રોજ બનવા પામ્યો હતો જેમાં એક ડી.જે. ટેમ્પાના ચાલકે પોતાના કબજાનો ટેમ્પો પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી ચાલતાં પસાર થઈ રહેલ ગરાડું ગામે રામતલાવડી ફળિયામાં રહેતાં ૨૧ વર્ષીય ધર્મેશભાઈને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારી નાસી જતાં ધર્મેશભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવતાં તેઓનું સારવાર દરમ્યાન મોત નીપજતાં આ સંબંધે ગરાડું ગામે રામતલાવડી ફળિયામાં રહેતાં સોહનભાઈ પુનાભાઈ મુનીયાએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો બીજાે બનાવ દાહોદ તાલુકામાંથી પસાર થઈ રહેલ અમદાવાદ – ઈન્દૌર હાઈવે રોડ ખાતે ગત તા.૨૮મી નવેમ્બરના રોજ બનવા પામ્યો હતો જેમાં એક ડમ્પરના ચાલકે પોતાના કબજાનું ડમ્પર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલ ગાંધીનગર ખાતે રહેતાં અશોકભાઈ વલ્લભભાઈ ઘીંયાની ફોર વ્હીલર ગાડીને અડફેટમાં લઈ ટક્કર મારતાં ગાડીમાં સવાર ત્રણ જેટલા વ્યક્તિઓને ઈજાઓ પહોંચાડી ડમ્પરનો ચાલક ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકના દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં. આ સંબંધે અશોકભાઈ વલ્લભાઈ ઘીયા દ્વારા દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો ત્રીજાે બનાવ ેગરબાડા તાલુકાના બાવકા ગામે જાેહાધેડ ફળિયામાં બનવા પામ્યો હતો જેમાં ગત ગતરોજ એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી ચાલતાં પસાર થઈ રહેલ લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામે હઠીલા ફળિયામાં રહેતાં મકનસિંહ, અરૂણાબેન અને જયશ્રીબેનને અડફેટમાં લઈ ટક્કર મારી નાસી જતાં ઉપરોક્ત ત્રણેય જણાને શરીરે, હાથે પગે ઈજાઓ પહોંચી હતી. આ સંબંધે ચીલાકોટા ગામે હઠીલા ફળિયામાં રહેતાં રતનસિંહ કાળુભાઈ હઠીલાએ જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો ચોથો બનાવ ધાનપુર તાલુકાના ઘોડાઝેર ગામે ગતરોજ બનવા પામ્યો હતો જેમાં એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી મોટરસાઈકલની આગળ પસાર થઈ રહેલ એક થકડાને અડફેટમાં લેતાં છકડામાં સવાર અજયભાઈ ઈશ્વરભાઈ નિનામાને શરીરે તેમજ હાથે પગે ઈજાઓ પહોંચતાં તેમને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. આ સંબંધે અજયભાઈના પિતા ઈશ્વરભાઈ વરીયાભાઈ નિનામાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો પાંચમો બનાવ ઝાલોદ તાલુકાના વેલપુરા ગામે બનવા પામ્યો હતો જેમાં ગતરોજ એક એસ.ટી. બસના ચાલકે પોતાના કબજાની બસ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી બસને પલ્ટી ખવડાવી દેતાં બસમાં સવાર દલાબેન, ઉર્વીશાબેનને શરીરે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડતાં આ સંબંધે ઝાલોદ તાલુકાના નાની મહુડી (ટીમ્બી) ગામે રહેતાં પારૂભાઈ હીમાભાઈ મુનીયાએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો છઠ્ઠો બનાવ ઝાલોદ તાલુકાના પેથાપુર ગામે બનવા પામ્યો હતો જેમાં ગતરોજ એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલ અન્ય એક મોટરસાઈકલને અડફેટમાં લેતાં મોટરસાઈકલ પર સવાર ઝાલોદ તાલુકાના જાફરપુરા ગામે ચોરા ફળિયામાં રહેતાં શૈલેષભાઈ લખીદાસભાઈ મછારને શરીરે, હાથે પગે ઈજાઓ પહોંચાડી મોટરસાઈકલનો ચાલક નાસી જતાં આ સંબંધે ઈજાગ્રસ્ત શૈલેષભાઈ લખીદાસ મછાર દ્વારા ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

————————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!