ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે પૂરઝડપે આવતી ક્રુઝર ગાડીનું ટાયર ફાટ્યું, એક મહિલાનું મોત:અન્ય ઇજાગ્રસ્ત

Editor Dahod Live
1 Min Read

જીગ્નેશ બારીયા રાજેશ વસાવે દાહોદ 

ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે પૂરઝડપે આવતી ક્રુઝર ગાડીનું ટાયર ફાટ્યું, એક મહિલાનું મોત:અન્ય ઇજાગ્રસ્ત

દાહોદ તા.20

ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે એક ક્રુઝર ફોર વીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવતા અચાનક ગાડીનું ટાયર ફાટતાં અંદર બેઠેલ એક મહિલા પેસેન્જર ગાડીમાંથી ફંગોળાતા તેને કહીએ તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મહિલાનું મોત નિપજયાનું જાણવા મળે છે.

ગત તારીખ ૧૮મી ઓક્ટોબર ના રોજ એક ક્રુઝર ફોર વ્હીલ ગાડીનો ચાલક પોતાના કબજાની ક્રુઝર ગાડીમાં પેસેન્જર ભરી ઝાલોદ તાલુકાના ડુંગરી ગામેથી ખોડીયાર માતા મંદિર પાસેથી પોતાના કબજાની ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો આ દરમિયાન અચાનક ફોર વ્હિલર ગાડીનું ટાયર ફાટતાં અંદર સવાર ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે ગેંગતીયા ફળિયામાં રહેતી રમીલાબેન ચાલુ ગાડીએ ફંગોળાઈ જમીન પર પડી જતા તેઓને શરીર તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું જ્યારે ગાડીનો ચાલક અકસ્માત સર્જી નાસી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ સંબંધે ડુંગરી ગામે ગેંગતીયા ફળિયામાં રહેતા સોમાભાઈ રામસિંગભાઈ હઠીલાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article