
કલ્પેશ શાહ :- સિંગવડ
સીંગવડ તાલુકાના હાંડી ગામે મેગા મેડિકલ કેમ્પ યોજાયો
સીંગવડ તા.25
સીંગવડ તાલુકાના હાડી મુકામે 25/09/2021 ના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા સમર્પણ અભિયાન અંતર્ગત મેગા મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો જેમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર લીમખેડા ધારાસભ્ય શૈલેશ ભાભોર પૂર્વ ધારાસભ્ય વિછીયાભાઈ ભુરીયા સિંગવડ તાલુકા પંચાયત પ્રમુખ કાંતાબેન ડામોર સિંગવડ તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ મહેન્દ્ર પટેલ દ્વારા દિપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો જ્યારે મેડિકલ ચેકઅપ માટેની ટીમ તાલુકા આરોગ્ય અધિકારીના સીએમ મછાર ના માર્ગદર્શન થી ડો નિલેશકુમાર M.S ઓર્થોપેડિક ડો હાર્દિક ભોકાણ M.S જનરલ સર્જન જ્યારે MBBS ડો નરેન્દ્ર પિત્રોડા ધ્રુવ પટેલ ધ્રુવ વઘાસીયા ડો જીતેન લાડ જ્યારે આયુષ મેડીકલ ઓફિસર ડો નીરવ પટેલ ડો પ્રિતેશ પટેલ ડો અજય બારીયા અને ડો નિલેશ સેલોત અને મેડિકલ સ્ટાફ હાંડી પી એસ સી દ્વારા સેવા આપવામાં આવી આ કાર્યક્રમમાં 300થી વધુ સંખ્યામાં નાના બાળકો વડીલો માતાઓ બહેનોએ આરોગ્ય સેવાનો લાભ લીધો હતો સ્થળ ઉપર ડાયાબિટીસ અને લોહીની તપાસ અને વિનામૂલ્યે દવાઓ આપીને સારવાર મળતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા સારું આરોગ્ય રહે તેના માટે લોકોને જાગૃત બની સમયસર તપાસ કરાવવા માટે લોકોને અપીલ કરી હતી સાંસદ દ્વારા ગ્રામ્ય લેવલ પર વધતા ડાયાબિટીસ અને બીપી તેમજ ટીબી જેવા રોગો માટે ચિંતા વ્યક્ત કરી હતી જ્યારે અવારનવાર આવા કેમ્પના માધ્યમથી લોકો માં જાગૃતતા લાવવા માટેની વાત કરવામાં આવી હતી સાથે સાથે હાજર તમામ મેડિકલ સ્ટાફ ને સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા