ઇલ્યાસ શેખ :- સંતરામપુર
આદિવાસી આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ સંતરામપુરમાં ‘નેક એક્રેડીટેશનની અગત્યતા’ ઉપર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો.
સંતરામપુર તા.18
તા. ૧૮/૦૯/૨૦૨૧ ને શનિવારના રોજ ગુજરાત રાજ્યના ઉચ્ચશિક્ષણ અને ટેક્નોલોજી મંત્રી માન.પ્રો.ડૉ.કુબેરભાઈ ડિંડોરના સન્માન સમારંભ સાથે ‘ નેક એક્રેડીટેશનની અગત્યતા ઉપર એક રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કૉલેજના આચાર્ય ડૉ. અભય પરમારે મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ગુજરાત આદિવાસી વિકાસ પરિષદ દાહોદના પ્રમુખશ્રી વનરાજસિહ ડામોર ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જયારે અખિલ ભારતીય આદિવાસી વિકાસ પરિષદ ન્યુ દિલ્લી ના ઉપપ્રમુખ શંકરલાલ બોડાતે પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. ડૉ.કુબેરભાઈ ડિંડોરે આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થી હોવાનું ગૌરવ વ્યક્ત કર્યુ હતું. આ પ્રસંગે કોયમ્બતુર યુનિવર્સીટીના કુલપતિશ્રી સત્તુ સાહેબે નેક ની અગત્યતા ઉપર પ્રકાશ પાડયો હતો તથા મહાત્મા ગાંધી યુનિવર્સીટીના જીયોલોજીના અધ્યાપક અને નેક પિયર ટીમના કો-મેમ્બર ડૉ. પ્રણવીરસિંહ પણ પોતાની રસાત્મક શૈલીમાં નેક ની અગત્યતા ઉપર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. કાર્યક્રમનું સુપેરે સંચાલન નેક કો-ઓર્ડીનેટર ડૉ.કામિની દશોરાએ કર્યું હતું. શંકરલાલ પ્રજાપતિએ પણ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. અંગ્રેજી વિષય ના અધ્યાપક દેવરાજ નંદા એ આભાર દર્શન કર્યું હતું .