ઝાલોદ તાલુકાના મીરાંખેડી ગામેથી દાહોદ LCB પોલીસે એક ઈસમને હાથ બનાવટના માઉઝર પિસ્તોલ તેમજ કારતુસ સાથે ઝડપી પાડ્યો..

Editor Dahod Live
1 Min Read

જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ 

ઝાલોદ તાલુકાના મીરાંખેડી ગામેથી દાહોદ LCB પોલીસે એક ઈસમને હાથ બનાવટના માઉઝર પિસ્તોલ તેમજ કારતુસ સાથે ઝડપી પાડ્યો 

દાહોદ તા.12

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામે ચોકડી ઉપર એલસીબી પોલીસ વોચ ગોઠવી ઊભી હતી. આ દરમિયાન બાતમીમાં દર્શાવેલ એક ઈસમ ત્યાંથી પસાર થતાં તેને પોલીસે ઝડપી પાડી તેની અંગજડતીમાંથી ગેરકાયદે દેશી હાથ બનાવટની એક માઉઝર પિસ્તોલ તેમજ જીવતો કાર્ટુસ નંગ.1 એમ કુલ મળી રૂપિયા 10,050/- નો મુદ્દામાલ પોલીસે કબજે લઇ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગત તારીખ અગિયારમી ઓક્ટોબરના રોજ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે મીરાખેડી ગામે ચોકડી પર વોચ ગોઠવી ઉભા હતા. આ દરમિયાન ત્યાંથી બાતમીમાં દર્શાવેલ સલમાનખાન અબ્દુલ્લાખાન પઠાણ (રહે. ઘાંચીવાડ, દાહોદ)ને ઝડપી પાડી તેની અંગજડતી કરતાં તેની પાસેથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટની માઉઝર પિસ્તોલ કિંમત રૂપિયા 10,000/- તેમજ ૧ નંગ. જીવતો કારતુસ કિંમત રૂપિયા 50/- એમ કુલ મળી રૂપિયા 10500/- મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો અને ઝડપાયેલ ઉપરોક્ત ઈસમને જેલના સળિયા પાછળ ધકેલી દઈ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article