જીગ્નેશ બારીયા :- દાહોદ
વાહન ચાલકોની ગફલતને તેમજ પુરઝડપના કારણે માર્ગ અકસ્માતમાં વધારો .. અમદાવાદ ઈન્દોર નેશનલ હાઈવે લીમખેડા નજીક મોટરસાયકલ સ્લીપ થતા એકનું મોત:અન્ય એક ઘાયલ
દાહોદ તા.12
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાંથી પસાર થતા વિજય હોટલ સામેના બાયપાસ હાઈવે રોડ ઉપર એક મોટરસાયકલ પર સવાર બે વ્યક્તિઓની મોટરસાયકલ સ્લીપ ખાઇ જતાં નજીકના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી જેને પગલે મોટરસાયકલ પર સવાર બે પૈકી એકનું સારવાર દરમિયાન મોત નિપજયાનું જાણવા મળે છે.
ગત તારીખ પાંચમી ઓક્ટોબરના રોજ મધ્યપ્રદેશના જાબુવા જીલ્લામાં રામા તાલુકામાં સીમલખેડી ગામે રહેતા પ્રકાશભાઈ ધુડીયાભાઈ પરમાર અને તેમની સાથે અર્જુનભાઈ એમ બંને જણાં એક મોટરસાયકલ પર સવાર થઈ પાવાગઢ દર્શન માટે જતા હતા. આ દરમિયાન રસ્તામાં દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાંથી પસાર થતાં વિજય હોટલની સામેના બાયપાસ હાઈવે રોડ પર મોટર સાયકલના ચાલકે પોતાના કબજાની મોટરસાયકલ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાગતો હતો અને આ દરમિયાન અચાનક મોટરસાયકલ પરના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા મોટરસાયકલ નજીકમાં આવેલ રોડની બાજુના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી જેને પગલે પ્રકાશભાઈ અને અર્જુનભાઈને શરીર તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા બંનેને તાત્કાલિક અમદાવાદ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન પ્રકાશભાઈનું મોત નીપજ્યું હતું.
આ સંબંધે મરણ જનાર પ્રકાશભાઈના ભાઈ સુનિલભાઈ ધુડીયાભાઈ પરમારે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.