Wednesday, 05/02/2025
Dark Mode

દે.બારીયાના ડાંગરીયા ગામના ખેતરમાથી કાપડી વિસ્તારના 3 યુવકોના મૃતદેહ મળી આવતા ખળભળાટ: ત્રણેય યુવકોના મોત અંગે અનેક શંકા-કુશંકાઓની વચ્ચે પોલીસ તપાસમાં જોતરાઇ

August 13, 2021
        2343
દે.બારીયાના ડાંગરીયા ગામના ખેતરમાથી કાપડી વિસ્તારના 3 યુવકોના મૃતદેહ મળી આવતા ખળભળાટ: ત્રણેય યુવકોના મોત અંગે અનેક શંકા-કુશંકાઓની વચ્ચે પોલીસ તપાસમાં જોતરાઇ

રાહુલ મહેતા :- દે. બારીયા/જીગ્નેશ બારીયા :- દાહોદ 

દે.બારીયાના ડાંગરીયા ગામના ખેતર માથી 3 યુવકોના મૃતદેહ મળ્યા

દે.બારીયાના કાપડી વિસ્તારના યુવકોની ડાંગરીયા ગામના ખેતરો માથી મૃતદેહ મળતા ચકચાર મચી 

યુવકો ની હત્યા કરાઇ હોવાની પરિવારજનોએ શંકા વ્યક્ત કરાઇ 

દે.બારીયા પોલીસ ધટના સ્થળે પહોચી તપાસનો દોર શરૂ કર્યું 

દાહોદ તા.૧૩

દે.બારીયાના ડાંગરીયા ગામના ખેતરમાથી કાપડી વિસ્તારના 3 યુવકોના મૃતદેહ મળી આવતા ખળભળાટ: ત્રણેય યુવકોના મોત અંગે અનેક શંકા-કુશંકાઓની વચ્ચે પોલીસ તપાસમાં જોતરાઇ

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ડાંગરીયા ગામે કરૂણાંતિકા છવાઈ ગઈ છે. ગામના એક ખેતરમાંથી ૦૩ યુવકોના મૃતદેહ મળી આવતાં જિલ્લાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આત્મહત્યા, હત્યા કે પછી અકસ્માત? આ સમગ્ર મામલે પાલીસે તલસ્પર્શી તપાસનો ધમધમાટ આરંભ કરી દીધો છે ત્યારે ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો હતો. આ બનેલ બનાવને પગલે અનેક ચર્ચાઓ પણ ભારે ચોર પકડ્યું છે ત્યારે સઘળી હકિકત શું છે? તે તો પોલીસે તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાંજ બહાર આવેલ તેમ છે.

ડાંગરીયા ગામે એક ઝાડની નીચેથી નજીક નજીકમાંથી એક સાથે ૦૩ યુવકોના મૃતદેહો મળી આવ્યાં છે. વહેલી સવારના આ નજારાને પગલે પરિવારજનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યાં હતાં. મૃતકોના પરિવારજનોમાં આક્રંદનો માહોલ છવાઈ ગયો હતો ત્યારે ઘટનાની જાણ નજીકની પોલીસને થતાં પોલીસ કાફલો પણ સ્થળ પર તાત્કાલિક દોડી આવ્યો હતો. ત્રણેય મૃતકોનો કબજાે લઈ પોલીસે નજીકના દવાખાને પોસ્ટમોર્ટમ માટે મૃતદેહોને રવાના કરી દેવામાં આવ્યાં છે ત્યારે આ ઘટનાને પગલે અનેક શંકા, કુશંકાઓ પણ વહેતી થવા માંડી છે. આ યુવકોની આત્મહત્યા કે પછી હત્યા કરવામાં આવી હશે કે, પછી કોઈ અકસ્માત નડ્યો હશે? જેવા અનેક સવાલો હાલ પરિવારજનો સહિત ગ્રામજનોમાં ઉદ્‌ભવવા પામ્યાં છે. પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ તલસ્પર્શી તપાસનો આરંભ કર્યાેં છે.

——————————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!