Sunday, 13/07/2025
Dark Mode

દાહોદ જિલ્લામાં અત્યાચારોથી પીડિત મહિલાઓ માટે આશીર્વાદરૂપ સમાન સાબિત થતી 181 મહિલા હેલ્પલાઈન…

August 5, 2021
        2737
દાહોદ જિલ્લામાં અત્યાચારોથી પીડિત મહિલાઓ માટે આશીર્વાદરૂપ સમાન સાબિત થતી 181 મહિલા હેલ્પલાઈન…

 નીલ ડોડીયાર :- દાહોદ 

દાહોદ જિલ્લામાં અત્યાચારોથી પીડિત મહિલાઓ માટે આશીર્વાદરૂપ સમાન સાબિત થતી 181 મહિલા હેલ્પલાઈન…

દાહોદ તા.05

દાહોદ જિલ્લામાં અત્યાચારોથી પીડિત મહિલાઓ માટે આશીર્વાદરૂપ સમાન સાબિત થતી 181 મહિલા હેલ્પલાઈન...

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ અને GVK/EMRI દ્વારા કાર્યરત અભયમ 181મહિલા હેલ્પલાઇન 24*7 વિના મુલ્યે પીડિત મહિલાઓને મદદ, માર્ગદર્શન અને બચાવ કરી રહેલ છે.

જરૂરિયાતમંદ મહિલાઓ 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી મદદ મેળવી રહ્યા છે.મહિલાઓની માહિતી ગુપ્ત રાખવામાં આવે છે.અને પીડિત મહિલા જે જણાવે તેને અનુકૂળ બની સેવા પહોંચાડવામાં આવી રહી છે.જેથી દિન પ્રતિદિન સારો પ્રતિભાવ મળી રહેલ છે.અંતરિયાળ વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર, શહેરી સ્લમ એરિયામાં અભયમ હેલ્પલાઇનની જાણકારી મળી રહે તે માટે ટીમ દ્વારા જ્યાં મહિલાઓ ઉપસ્થિત રહેતા હોય તેવા મહિલા કાર્યક્રમો, મિટિંગ, ટ્રેનિંગમાં ટીમ અભયમ હેલ્પલાઇનની માહિતી આપે છે.આ ઉપરાંત કોવીડ ગાઈડ લાઈનનુ પાલન કરી વ્યક્તિગત સંપર્ક કરીને મહિલાઓ ને માર્ગદર્શન આપવામાં આવે છે. 

દાહોદ જિલ્લામાં અત્યાચારોથી પીડિત મહિલાઓ માટે આશીર્વાદરૂપ સમાન સાબિત થતી 181 મહિલા હેલ્પલાઈન...

આવો જ મહિલા જાગૃતિ કાર્યક્રમનુ આજે આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મહિલા કાઉન્સેલર દ્વારા ઉપસ્થિત મહિલાઓને શારીરિક માનસિક કે જાતીય અત્યાચાર સમયે ડરવાની જરૂર નથી હિંમત રાખી 181 ટોલ ફ્રી નંબરમાં કોલ કરવાથી અભયમ રેસ્ક્યુ વાન તાત્કાલિક સ્થળ પર આવી પીડિત મહિલા ને યોગ્ય મદદ અને સંરક્ષણ પહોંચાડે છે. ગંભીર પ્રકારના કેસ ઘરેલુ હિંસા, મારઝૂડ, છેડતી વગેરે કિસ્સામાં પોલીસની સહાયતા અપાવવામાં આવે છે.આ ઉપરાંત બિન જરૂરી કોલ, મેસેજ, અંગત ફોટો લઇ મહિલાઓને હેરાન કરતા કિસ્સાઓમાં અભયમ હેલ્પડેસ્ક અલગ થી શરૂ કરેલ છે જે આવા રોમિયોની હેરાનગતિ માંથી મુક્ત કરાવે છે આ ઉપરાંત પારિવારિક વિખવાદો, બાળ જન્મ અને આરોગ્ય ને લાગતા કિસ્સા મા અસરકારક કાઉન્સલીંગ કરી સમાધાન કરાવી પરિવારમાં શાંતિ સ્થપાય તે માટે પ્રયત્ન કરવામાં આવે છે. ટેક્નોલોજીના ઉપયોગ થકી અભયમ મોબાઈલ એપ્સ શરૂ કરવામાં આવી છે.જેમાં સ્માર્ટ મોબાઈલમાં અભયમ એપ્સ ડાઉન્લોઅડ કરવાથી મહિલા ને કટોકટી ના સમયે એપ્સનુ બટન દબાવવાથી ઈમરજન્સી રિસ્પોન્સ સેંટર મા જાણ થાય છે.ગુગલ મેપ દ્વારા પીડિત મહિલાનુ લોકેશન શોધી ઝડપ થી સેવા પહોંચાડી શકાય છે આ ઉપરાંત એપ્સમાં એડ કરેલ ચાર જેટલાં અંગત નંબર પર જાણ થાય છે.સ્માર્ટ મોબાઈલ રાખનાર તમામ મહિલાઓ, યુવતીઓને આજના કાર્યક્રમ મા એપ્સ ડાઉન્લોઅડ કરાવવામાં આવી હતી. ઉપસ્થિત મહિલાઓ ને 181નંબર પર પોતાના મોબાઈલ થી કોલ કરવાનો ડેમો પણ કરાવવામાં આવ્યો હતો. આમ અભયમ 181મહિલા હેલ્પલાઇન ની વિગતે માહિતી પુરી પાડવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!