ધાનપુર તાલુકાના કુંદાવાડા ગામે સાસુ સસરાના ત્રાસથી વાજ આવી પરણિતાએ કૂવો પૂર્યો: સાસુ-સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ.

Editor Dahod Live
1 Min Read

જીગ્નેશ બારીયા :- દાહોદ 

ધાનપુર તાલુકાના કુંડવાડા ગામે સાસુ સસરાના ત્રાસથી વાજ આવી પરણિતાએ કૂવો પૂર્યો: સાસુ-સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

દાહોદ તા.૦૭

 દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કુંદાવાડા ગામે એક પરણિતાને સાસુ – સસરા દ્વારા શારિરીક અને માનસીક ત્રાસ આપતાં પરણિતાને મરી જવા માટે દુષ્પ્રેરણા કરતાં પરણિતા ગામમાંજ આવેલ એક કુવામાં મોતને ભુસકો મારી આત્મહત્યા કરી લેતાં આ સંબંધે પરણિતાની માતા દ્વારા સાસુ – સસરા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 કુંદાવાડા ગામે વચલુ ફળિયામાં રહેતી પરણિતા પ્રિયંકા બેનને તેના સસરા ભોપતભાઈ માધુભાઈ સુવાણ અને સાસુ ગીતાબેન ભોપતભાઈ સુવાણ અવાર નવાર મેણા ટોણા મારી શારિરીક અને માનસીક ત્રાસ આપતાં હતાં અને યેનકેન પ્રકારે મેણા ટોળા પણ મારી પજવતાં હતાં. પ્રિયંકાબેનને આપઘાતનું દુષ્પ્રેરણ કરી આપઘાત કરવા મજબુર કરતાં પરણિતા પ્રિયંકાબેને ગત તા.૦૫ જુલાઈના રોજ ગામમાં આવેલ એક તળાવમાં કુદી જઈ મોત વ્હાલુ કરી લેતાં પરણિતા પ્રિયંકાબેનને પિયરમાં માતમ છવાઈ ગયો હતો.

 આ સંબંધે મૃતક પ્રિયંકાબેનની માતા શનીબેન નવલસીંગ બારીયા (રહે. કેલીયા, સુથાર ફળિયું. તા.દેવગઢ બારીઆ, જિ.દાહોદ) દ્વારા આ સંબંધે ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

———————————-

Share This Article