
જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદના ઉસરવાણ હેલીપેડ પર ફરવા ગયેલા બે મિત્રો બપોરે લૂંટાયા
એક બાઈક પર આવેલા ત્રણ સમય રકમ તેમજ મોબાઇલ ફોન મળી બાર હજાર ઉપરાંતની લૂંટ ચલાવી થયા ફરાર
દાહોદ તા.15
દાહોદ તાલુકાના ઉસરવાણ ગામે આવેલ પર્યટન સ્થળ એવા હેલીપેડ ખાતે મોટરસાયકલ લઈ આવેલા ત્રણ અજાણ્યા ઈસમોએ ધોળા દિવસે આ સ્થળે ફરવા આવેલ એક મહિલા સહિત બે વ્યક્તિઓને બાનમાં લઇ મોબાઇલ ફોન તેમજ રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા 12,800/- ની સનસનાટી લૂંટ ચલાવી નાસી જતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
#Paid pramotion
Contact us :- sunrise public school
લીમખેડા તાલુકાના લુખાવાડા ગામે હોળી ફળિયામાં રહેતા વિશાલભાઈ રાજેશભાઈ પટેલ અને દિવ્યાબેન બંને જણા ગત તારીખ ૧૪મી જૂનના રોજ દાહોદ તાલુકાના ઉસારવણ ગામે આવેલ પર્યટક સ્થળ એવા હેલીપેડ ખાતે બપોરના એક વાગ્યાના આસપાસ ફરવા આવ્યા હતા. આ દરમિયાન એક મોટરસાયકલ પર સવાર થઈ આવેલા ત્રણ જેટલા અજાણ્યા ઈસમોએ વિશાલભાઈ તથા દિવ્યાબેન પાસેથી mobile phone નંગ-૨ તેમજ રોકડા રૂ 7000 તથા 500 તેમજ બે મોબાઇલ ફોનની કિંમત મળી કુલ રૂપિયા 12,800/- ની માતાની સનસનાટી ભરી ધોળે દિવસે લૂંટ કરી નાસી જતા આ સંબંધે વિશાલભાઈ રાજેશભાઈ પટેલ દ્વારા દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.