દાહોદમાં રેન્જ આઇ.જીની સરપ્રાઈઝ ચેકીંગ બાદ પોલીસ એક્શનમાં:માસ્ક,શોશ્યલ ડિસ્ટન્સ અને બેફામ ત્રિપલ સવારી બાઈક ઉપર ફરતા ચાલકો વિરુદ્ધ દંડની કાર્યવાહી કરવા પોલીસ રસ્તા ઉપર ઉતરી… 

Editor Dahod Live
2 Min Read

 જીગ્નેશ બારીયા :- દાહોદ/કપિલ સાધુ :- સંજેલી 

દાહોદ જીલ્લાની રેન્જ આઇ.જીની સરપ્રાઈઝ ચેકીંગ બાદ પોલીસ એક્શનમાં 

દાહોદ,લીમડી, લીમખેડા, ઝાલોદ, સંજેલી, સીંગવડ ની રેન્જ આઇજી ભરાડાએ લીઘી આકસ્મિક મુલાકાત 

માસ્ક, શોશ્યલ ડિસ્ટન્સ અને બેફામ ત્રિપલ સવારી બાઈક ઉપર ફરતા ચાલકો વિરુદ્ધ દંડની કાર્યવાહી કરવા પોલીસ રસ્તા ઉપર ઉતરી 

દાહોદ તા.28

દાહોદ જિલ્લામાં રેન્જ આઈ.જીની સરપ્રાઈઝ ચેકિંગ બાદ દાહોદ જિલ્લામાં પોલીસ હરકતમાં આવી છે. અને દાહોદ,લીમડી, લીમખેડા, ઝાલોદની રેન્જ આઈ.જી દ્વારા આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી.ત્યારે એક્શનમાં આવેલ સંલગ્ન તાલુકાની પોલીસ દ્વારા માસ્ક વગર ફરતા લોકો,સોશિયલ ડિસ્ટન્સ ન ચલાવતા લોકો તેમજ મોટરસાયકલ પર ત્રિપલ સવારી પર ફરતા વાહનચાલકો વિરુદ્ધ પોલીસે દંડનીય કાર્યવાહી કરતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

કોરોના સંક્રમણ ભલે ઘટયો હોય પરંતુ તેનો પ્રકોપ હજુ પણ યથાવત રહ્યો છે લોકો માસ પહેરે સોશિયલ ડિસ્ટન્સ જાળવે તેમજ બજારોમાં ભીડભાડ ન કરે તે માટે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને અનેકવાર અપીલ પણ કરવામાં આવી હતી.પરંતુ કેટલાક લોકો હજુ પણ

કોરોના સંક્રમણની ગંભીરતાને ધ્યાનમાં ન લેતા પોલીસે દાહોદ સહિત અન્ય તાલુકામાં એક્શન મોડમાં આવી છે ત્યારે બીજી તરફ આજરોજ દાહોદ જિલ્લામાં રેન્જ આઇજીએ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી હતી. જેમાં દાહોદ લીમડી લીમખેડા અને ઝાલોદની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી ત્યારબાદ એકશનમાં આવેલી

કલ્પેશ શાહ :- સીંગવડ

પોલીસે દાહોદ શહેર સહિત અન્ય તાલુકાની પોલીસે બજારમાં માસ્ક વગર ફરતા લોકો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરતાં લોકો તેમજ બેફામ ત્રિપલ સવારી લઈ પસાર થઈને રહેલા મોટરસાઇકલ ચાલકો વિરુદ્ધ સ્થળ પર જ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.

Share This Article