ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુર સ્ટેટ હોસ્પિટલમાં ધારાસભ્યના વરદહસ્તે ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરાયો
સંતરામપુર તા.24
સંતરામપુર નગરમાં સ્ટેટ હોસ્પિટલમાં સતત કોરોના સંક્રમણ ઉછાળો થતો હોય છે.અને આવા કપરા સમયમા ઓક્સિજનની જરૂર પડતી હોય છે. જ્યારે આવા કોરોનાની મહામારી વચ્ચે સંતરામપુર નગર અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને પોઝિટિવ આવેલા દર્દીઓને તાત્કાલિક ઓક્સિજન મળે અને પૂરતી સુવિધા મળી રહે તાકી જ રીતે કોવીડ સેન્ટરમાં તાત્કાલિક ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરવામાં આવેલો હતો.આ ઓક્સિજન પ્લાન્ ઈમરજન્સી કોઈ પણ દર્દીને તાત્કાલિક ઉપયોગ કરી શકાય તે માટે ઓક્સિજન પ્લાન્ટનો સ્થાપિત કરવામાં આવેલ હતું આ ઓક્સિજન પ્લાન્ટ કોવીડ સેન્ટરમાં શરૂ કરવામાં આવેલો હતો સંતરામપુર ના ધારાસભ્ય કુબેરભાઈ ડીડોર રીબીન કાપીને તેને શુભ શરૂઆત કરી હતી આ પ્રસંગે સંતરામપુર સ્ટેટ હોસ્પિટલ ના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર વણકર તાલુકા બ્લોકની કચેરીના ગોસાઈ સાહેબ પ્રાંત અધિકારી મામલતદાર ચીફ ઓફિસર આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.